-વિમેન્સ ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલો સૌથી વધુ જોવાયેલા ટી-20 મેચમાં બીજા ક્રમે
ભારત-પાકિસ્તાન વચ્ચે ગ્રુપ-2ની મેચ વિમેન્સ ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ જોવાઈ છે. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ જોવાનારા ટી-20 મુકાબલામાં આ મેચ બીજા ક્રમે રહી છે. બીજી બાજુ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ પાછલા પાંચ વર્ષમાં ભારતમાં સૌથી વધુ જોવાનારી સ્પોર્ટસ ઈવેન્ટમાં ત્રીજા ક્રમે રહી છે.
- Advertisement -
પાછલા પાંચ વર્ષમાં ભારત-પાકિસ્તાન મેચથી વધુ વ્યુઅરશિપ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે 2020ના વિમેન્સ ટી-20 વર્લ્ડકપ ફાઈનલમાં મળી હતી. ત્યારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલો આ મુકાબલો 90 લાખ લોકોએ જોયો હતો.
ડિઝની હોટસ્ટારના સ્પોર્ટસ હેડ સંજોગ ગુપ્તાએ કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે વિમેન્સ ટી-20 વર્લ્ડકપ પ્રુગ મેચ મહિલા ક્રિકેટમાં ટીવી પર બીજી સૌથી વધુ જોવાનારી મેચ રહી છે. પહેલાં નંબરે 2020 વિમેન્સ ટી-20 વર્લ્ડકપનો ફાઈનલ હતો. આ બન્ને મુકાબલા સૌથી મોટા સાબિત થયા છે. લાઈવ સ્પોર્ટસમાં આ પ્રકારની ઈવેન્ટ થવાથી ટીવી વ્યુઅરશિપ વધે છે.
સ્ટારે જણાવ્યું કે વિમેન્સ ટી-20 વર્લ્ડકપ શરૂ થતાં પહેલાં સ્ટારની ટીવી ચેનલ પર ભારતીય મહિલાઓના તમામ મુકાબલાને લાઈવ બતાવવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયા શ્રેણી બાદ વિન્ડિઝ અને આફ્રિકા સામેની ટ્રાઈ સિરીઝના મેચ પણ બતાવાયા હતા. આ મેચોને ટીવી પર બતાવવાથી વ્યુઅરશિપ પર પોઝિટીવ ઈમ્પેક્ટ પડી હતી.
- Advertisement -
ટીવી ઉપર ક્રિકેટની વ્યુઅરશિપ હવે વધવા લાગી છે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ જોવાનરા મુકાબલામાં ત્રીજા નંબરે છે. પહેલાં અને બીજાક્રમે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 20201 દરમિયાન ભારતમાં રમાયેલા બે ટેસ્ટ મેચ છે જેમાંથી એક ડે-નાઈટ મુકાબલો હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે નાગપુર ટેસ્ટ 2018 બાદથી સૌથી વધુ જોવાનારી ટેસ્ટમાં ત્રીજા નંબરે રહ્યું છે જેને અંદાજે 73 લાખ લોકોએ ટીવી પર જોઈ છે. 2021માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના મુકાબલે આ મેચને 43% વધુ દશકોએ જોઈ હતી.