પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઑફ રાજકોટ મિડટાઉનના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક શ્રવણયંત્ર વિતરણ કેમ્પ તથા કાન-નાક-ગળાના રોગોના નિદાન કેમ્પ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ-ભાવાંજલિરૂપે પુજીત ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે શ્રવણયંત્ર વિતરણ અને કાન-નાક-ગળાના નિદાનનો એક કેમ્પ ભાવનગર રોડ પર આર.એમ.સી. ઈસ્ટ ઝોનની ઓફીસ સામે આવેલા ટ્રસ્ટના ભવન ‘કિલ્લોલ’ ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં 326 દર્દીઓએ લાભ લીધો હતો અને 116 દર્દીઓને શ્રવણયંત્ર આપવામાં આવેલા હતા. કેમ્પ શરૂ કરતાં પહેલાં રાજકોટના પનોતાપુત્ર સ્વ. વિજયભાઈને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ-ભાવાંજલિ અર્પણ કરી તરત જ કેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
- Advertisement -
આ કેમ્પમાં રાજકોટના નામાંકિત ડોકટરો સર્વે ડો. નિરવ મોદી, ડો. દર્શન ભટ્ટ, ડો. સેજલબેન ભટ્ટ, ડો. વૈભવ હાપલીયા, ડો. જુહી પરમાર વગેરેએ સેવાઓ આપી હતી તેમજ રોટરી મીડટાઉન રાજકોટ તરફથી ડો. નિરંજનભાઈ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની, ડો. અનિમેશભાઈ ધ્રુવ, ડો. ગૌરવીબેન ધ્રુવ, ડો. કેતનભાઈ ઠક્કર, સંઘવીભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કેમ્પમાં પધારેલ દરિદ્રનારાયણોએ ભીની આંખે વિજયભાઈને ભાવાંજલિ આપી હતી. કેમ્પનો ઘણાં દર્દીઓએ લાભ લીધો હતો.
કેમ્પને યશસ્વી બનાવવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બર્સ ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ અઘેરા, શૈલેષભાઈ લોટીયા ઉપરાંત ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કાર્યકર્તાઓ જયસુખભાઈ ડાભી, રાજુભાઈ શેઠ, કે. બી. ગજેરા, હરેશભાઈ ચાચીયા, કિશોરભાઈ ગમારા, ઉમેશભાઈ કુંડલીયા, રંજનબેન જેઠવા, પ્રફુલભાઈ સંઘાણી, જગદીશભાઈ પંડ્યા, મહેશભાઈ પરમાર, જીગ્નેશભાઈ રત્નોતર, નીરદભાઈ ભટ્ટ, એન. જી. પરમાર, કિશોરભાઈ ગાંગાણી વગેરેએ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.



