મસ્જીદોમાં નમાઝીઓની વિશેષ અવરજવર : પુરો મહિનો રોઝા રાખીને ખુદાની કરશે ઇબાદત
વિશ્વભરમાં વસતા દાઉદી બોહરા સમાજમાં આજથી પવિત્ર માહે રમઝાન માસનો પ્રારંભ થયો છે. દાઉદી બોહરા સમુદાયનો મોટો ભાગ ભારતમાં રહે છે. વર્તમાન 53મા દાઇ અલ મુતલક મુફદલ સૈફુદ્દીન છે.
- Advertisement -
દાઉદી બોહરા સમાજનો આજથી રમઝાન મહિનો શરૂ થતાં પહેલો રોજો આજે છે. દાઉદી બોહરા સમુદાયના હિજરી કેલેન્ડર અનુસાર આજ શુક્રવારથી શરૂ થયો છે. દાઉદી બોહરા સમાજ પુરો મહિનો રોઝા રાખીને મસ્જીદમાં ખુદાની ઇબાદત કરશે. પાંચ વખતની નમાઝ મસ્જીદોમાં અદા કરશે. આથી મસ્જીદોમાં નમાઝીઓની અવરજવર વધશે. ઇફતારના સમયે અનેરી રોનક જોવા મળશે.
આ મહિનામાં દરરોજ રોઝા, ઇબાદત, જકાત, સદકા (દાન)નું વિશેષ મહત્વ હોય છે. આજે પ્રથમ રોઝુ રાખીને રમઝાન કરીમની શરૂઆત કરાઇ છે.આગામી મહિનો સમાજના લોકો રોઝા અને ઇબાદતમાં મશગુલ રહેશે. મસ્જીદોમાં નમાઝ અને ઇબાદતની સુંદર વ્યવસ્થા કરાઇ છે. રમઝાનની રરમી રાત અર્થાત 21મી માર્ચના લૈલતુલ કદ્ર મનાવાશે. છેવટમાં જુમા, જુમાતુલ વિદા, ર9 રમઝાન અર્થાત 28મી માર્ચના થશે. 30 રોઝા પુરા થયા બાદ ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર તા. 31 માર્ચના મનાવાશે.




