પાંચ દિવસ પૂર્વે થયેલી માથાકૂટ કારણભૂત : ઘટનાસ્થળે રી ક્ધસ્ટ્રકશન કરાવાયું
દસ દિવસના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટના કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા નજીક શનિવારે રાત્રે કારખાનેદાર યુવકને છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીને રવિવારે પોલીસે ઝડપી લીધો હતો આરોપી અગાઉ પણ હત્યાની કોશિશ, મનીલેન્ડ અને દારૂ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે આરોપી હત્યા કરી શનિવારે હત્યાને અંજામ આપી આરોપી કચ્છ તરફ ભાગી ગયો હતો ગત સાંજે રાજકોટ આવ્યો હતો અને ગોંડલ ચોકડીથી અન્ય શહેરમાં ભાગે તે પૂર્વે જ ભક્તિનાગર પોલીસે દબોચી લીધો હતો અને આજે ઘટના સ્થળે લઈ જઈ રી ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું
- Advertisement -
શહેરના કોઠારિયા રોડ પરની ગીતાંજલિ સોસાયટીમાં રહેતો અને કોઠારિયા રોડ પર રામનગરમાં કારખાનું ધરાવતો હાર્મિસ હંસરાજભાઇ ગજેરા ઉ.27 અને તેનો મોટોભાઇ રાધિક ગજેરા ઉ.30 શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે નીલકંઠ સિનેમા પાસે ખોડિયાર ટી સ્ટોલ દુકાને બેઠા હતા ત્યારે નજીકમાં જ ફાઇનાન્સની ઓફિસ ધરાવતો દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકી પાંચ દિવસ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી છરી લઇને ધસી આવ્યો હતો દોલતસિંહને જોતા જ બંને ભાઈઓ ભાગ્યા હતા, પરંતુ દોલતસિંહે 50 મીટર જેટલો પાછળ દોડીને હાર્મિસને ઝડપી લીધો હતો અને તેને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા જેથી યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મૃતકના મોટાભાઇ રાધિકએ હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી મૃતકને સંતાનમાં બે વર્ષની દીકરી હોવાનું અને ચાર વર્ષ પૂર્વે જ લગ્ન થયાનું જાણવા મળ્યું હતું હત્યાનો ભોગ બનનાર બએ ભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું અને ભાઈ તથા પિતા સાથે કારખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
હત્યાને અંજામ આપી નાસી છૂટેલ દોલતસિંહ સોલંકીને પકડવા ભક્તિનગર પીઆઇ એમ એમ સરવૈયા, નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે દોડધામ શરૂ કરી હતી દરમિયાન આરોપી દોલું ગત સાંજે કચ્છ તરફથી ગોંડલ ચોકડી તરફ આવવાનો છે તેવી માહિતી આધારે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી દોલું ત્યાં ઉતરી અન્ય શહરેમાં ભાગે તે પૂર્વે જ દબોચી લીધો હતો આરોપી વિરુધ્ધ અગાઉ દારૂ, હત્યાની કોશિષ, મનીલેન્ડ સહિત 15 ગુના નોંધાઈ ચૂક્યા છે આજે તેને ઘટનાસ્થળે લઈ જઈ બનાવ અંગે રી ક્ધસ્ટ્રકશન કરાવાયું હતું આરોપીના દસ દિવસના રિમાન્ડ મેળવવા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.