દેશભરના અલગ-અલગ શહેરોમાંથી મોટી સંખ્યામાં યુવાનો કોન્કલેવમાં જોડવા રાજકોટ આવશે
ખાસ-ખબર સંવાદદાતા
મોઢ મહોદય સંસ્થા દ્વારા 1લી ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી રાજકોટ શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ ખાતે મોઢવણિક જ્ઞાતિના 18 થી 45 વર્ષની વય જૂથના યુવાન-યુવતિઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું મોઢ યુથ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરના અલગ-અલગ શહેરોમાં વસતા તેજસ્વી અને તેજતરાર યુવા વર્ગ એક જ સ્થળે એકત્ર થઇ એકબીજાની કુનેહ અને નિપુણતા તેમજ વિચારોનું આદાન-પ્રદાન કરે અને આ મેલમિલાપ થકી સંબંધોથી રોજગાર સુધીની બાબતોમાં એકબીજાને ઉપયોગી થાય તે હેતુ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
મોઢ યુથ કોન્કલેવની વધુ માહિતી આપતા સંસ્થાના કીરેનભાઇ છાપીયા જણાવે છે કે, મહાત્મા ગાંધીજી જેવી રાષ્ટ્ર સેવા અને ધીરૂભાઇ અંબાણી જેવી મહેનત અને મહત્વકાંક્ષા ધરાવતા યુવાનોથી મોઢવણિક જ્ઞાતિ સમૃદ્ધ છે. ત્યારે આ યુવાનોના મનમાં જ્ઞાતિ સેવાને લઇ ઘણા પ્રશ્ર્નો હશે, સૂચનો હશે, યુવાના મનની વાત હશે, આર્થિક, સામાજિક, શૈક્ષણિક પ્રશ્નો હશે તે માટે આ મોઢ મહોદય આયોજિત રાષ્ટ્રીય કક્ષાનું યુથ કોન્કલેવ પ્લેટફોર્મ પુરૂ પાડશે.
કોન્કલેવ અંગે વધુ હર્ષદભાઇ શાહ, દીપકભાઇ ધોળકીયા અને કિરીટભાઇ પટેલ જણાવે છે કે, આ કોન્કલેવના પ્રમુખ સ્થાને અમદાવાદ સ્થિત અગ્રણી બિલ્ડર અને જ્ઞાતિ અગ્રણી દેવાંગભાઇ પરીખ તેમજ હેમાંગભાઇ પરીખ રહેશે. જ્યારે મુખ્ય મહેમાન પદે અમદાવાદ સ્થિત અગ્રણી રીતેશભાઇ પરીખ તેમજ વડોદરા સ્થિત જ્ઞાતિ અગ્રણી કૃણાલભાઇ પરીખ રહેશે. મોઢ યુથ કોન્કલેવ-2023નું દીપ પ્રગટાવી ઉદ્ધાટન અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ સરજુભાઇ મહેતાના વરદહસ્તે થશે. જ્યારે યુવા અગ્રણીઓ કશ્યપ ડી. પટેલ, શ્રુતિ અમિતભાઇ પટેલ, ડો. ઋત્વી હિતેશભાઇ અંબાણી, શ્યામ અજયભાઇ ગઢીયા, રાજ દીપુભાઇ શાહ, નમન અમિતભાઇ પટેલ અને કસક કૌશિકભાઇ કલ્યાણી વિશેષ ઉપસ્થિત રહેશે.
મોઢ મહોદય સંસ્થાની પ્રેરણાથી અને સમસ્ત મોઢવણિક જ્ઞાતિ રાજકોટના યજમાન પદે આયોજિત મોઢ યુથ કોન્કલેવ-2023ને ભવ્યાતિભવ્ય અને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ હર્ષદભાઇ શાહની રાહબરીમાં ધર્મેન્દ્રભાઇ પરીખ, દીપકભાઇ ધોળકીયા, કિરીટભાઇ પટેલ, કીરેનભાઇ છાપીયા, મુકેશ દોશી, કેતન પારેખ, કેતન મેસ્વાણી, ભાગ્યેશ વોરા, સંજય મણિયાર, પ્રનંદ કલ્યાણી, શ્રેયાંસ મહેતા, પ્રતિમા પારેખ, ગીતા પટેલ, મનોજ કલ્યાણી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.