વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજથી એકાએક જોરદાર વધી ગયું છે અને તેના કારણે સવારથી જ ગરમી અને બફારો શરૂ થઈ ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 35.6 ડિગ્રી નોંધાયું છે.
સૌરાષ્ટ્રના અન્ય શહેરોની વાત કરીએ તો કેશોદમાં 34.2 અમરેલીમાં 34.6 ભાવનગરમાં 33 ભુજમાં 33.2 નલિયામાં 32.8 અને કંડલામાં 34.5 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
અન્ય વિસ્તારોની સરખામણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી જેટલું ઓછું રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક ઘટી ગયું છે. આજે રાજકોટમાં 46 દ્વારકામાં 57, ભુજમાં 42 વેરાવળમાં 60 ટકા ભેજ સવારે નોંધાયો છે.


