ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિધાર્થીને અભ્યાસની ધગશ અને કઈ કરી શકવાની ભાવના હોય તો તેને કોઈ સારી સ્કૂલ કે સારા ટ્યુશન ક્લાસની જરૂર પડતી નથી અને માત્ર અભ્યાસ અને વાંચનથી કોઈ પણ કઠોર પરીક્ષા પણ પાસ કરી શકે છે તેવું પરાક્રમ એક ખેડૂત પરિવારના પુત્ર એ કરી બતાવ્યું છે. જૂનાગઢ જિલ્લાના સાંતલપુર ગામના એક ખેડૂતપુત્રએ કે જેણે તાજેતરમાં લેવાયેલ નેશનલ ડિફેન્સ એકેડમી પરીક્ષામાં દેશમાં 29 મો રેન્ક મેળવી ઝળહળતી સફળતા મેળવી છે.
વંથલી તાલુકાના સાંતલપુર ગામના ખેતી કરી ગુજરાન ચલાવતા સામાન્ય ખેડૂત કૃષ્ણદાસ બાબરીયાનો પુત્ર ધ્રુવિલ નાનપણથી હોશિયાર હતો ધો .1 થી 7 વંથલી સ્વામિ ગુરૂકુળમાં અભ્યાસ કરી જૂનાગઢની સોરઠ ઇન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો ત્યારબાદ ધ્રુવિલે વધુ અભ્યાસ માટે વડોદરાની ફોટોન સ્કૂલમાં જવાની વાત પોતાના પિતાને કરી હતી પણ આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે એટલા ફી ના પૈસા ન હોવા છતાં પુત્રની અભ્યાસ માટે જીજ્ઞાશા જોઈ વ્યાજે પૈસા લઈ પુત્રને અભ્યાસ માટે વડોદરા મોકલ્યો હતો અને પુત્રે પણ પિતાના વિશ્વાસને સાર્થક કરી ગઉઅ પરીક્ષામાં 29 મો રેન્ક મેળવી એક સામાન્ય ખેડૂત પરિવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં રોશન કર્યું છે. વધુ વિગતો આપતા ધ્રુવિલે જણાવ્યું હતું કે મને પહેલેથી જ ઞઙજઈ પરીક્ષા આપવા માટે રુચિ હતી હું ધોરણ 10માં ઞઙજઈની તૈયારી કરતો હતો પણ મારા પરિવારે હજી ઉંમર નાની છે તેમ કહી હમણાં અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું હતું પણ મેં 12 સાયન્સ પછી ઞઙજઈ અંડર આવતી ગઉઅ પરીક્ષામાં મે દેશમાં 29 રેન્ક પ્રાપ્ત કર્યો છે મેં કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસિસ વગર આ સફળતા મેળવી છે માત્ર સ્કૂલમાં અભ્યાસ અને વાંચનથી સફળતા મેળવી છે હાલ હું દહેરાદૂન ખાતે ઇન્ટરવ્યુ માટે આપવામાં આવતી ટ્રેનિંગ લઈ રહ્યું છું ત્યારબાદ ભોપાલ ખાતે 5 દિવસ ઈન્ટરવ્યુ ચાલશે અને ત્યાર બાદ 4 વર્ષ માટે દહેરાદૂન આર્મીમાં તાલીમ માટે જવાનું છે અને ત્યારબાદ ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે જોડાઈશ પોતાની આ સફળતા માટે પોતાના માતાપિતા પરિવાર અને પોતાના શિક્ષકગણના યોગદાન હોવાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો.



