લોકમેળાને ખુલ્લો મૂકવા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
ઝાલાવાડના સુપ્રસિદ્ધ લોકમેળો ધ્રાંગધ્રા ખાતે યોજાઈ છે ત્યારે અગાઉ ધ્રાંગધ્રાની ભાતીગળ લોકમેળો પ્રસિદ્ધ હોવાના લીધે દર વર્ષે કોઈને કોઈ રાજ્ય કક્ષાના મંત્રી અથવા પૂર્વ મંત્રી આ લોકમેળાની મુલાકાત લેતા નજરે પડે છે તેવામાં હાલ લોકમેળાના પ્લોટની હરાજી પૂર્ણ થયા બાદ રાઇડસ ધારકો અને ખાણીપીણીના પ્લોટ સહિત લોકમેળાના વધુ ભભકતો બનાવવા માટે લાઈટ અને ડેકોરેશન અંગેની તૈયારી છેલ્લા ચારેક દિવસથી શરૂ કરી દેવાઈ હતી
તેવામાં આ વર્ષે લોકમેળાના ખુલ્લો મૂકવા માટે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા અહી ઉપસ્થિત રહેવાના હોય તેવામાં તૈયારીમાં કોઈ ખામી ન રહે સાથે મેળો માણવા આવતી જનતાને પણ કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેનું અગાઉથી આયોજન કરી દેવાયુ છે સાથે જ લોકમેળામાં તમામ ખૂણે ખૂણામાં સીસીટીવી કેમેરાથી સજ્જ અને તબીબ સ્ટાફ સહિતની ડોકટરી સુવિધા પણ તત્કાલ મળી રહે તે પ્રકારનું આયોજન લગભગ પૂર્ણ થઈ ચક્યું છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના સુપ્રસિધ્ધ લોકમેળાની તૈયારીને હવે માત્ર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.