જો તમે ક્યારેય પણ રીવ્યૂ વાંચીને ઈ-કોમર્સ વેબસાઇટ પરથી ઓનલાઈન શોપિંગ કરી અને પછી જો તમે છેતરાઈ ગયા હોવ, તો સરકારે તમને આવા નકલી રીવ્યૂથી બચાવવાની તૈયારી કરી લીધી છે. ગ્રાહક બાબતોનું મંત્રાલય આવા નિયમો બનાવવા જઈ રહ્યું છે જેનાથી આ પ્રકારની નકલી ઓનલાઈન રીવ્યૂ બંધ થઈ જશે.
- Advertisement -
નકલી રીવ્યૂ પર રાખવામાં આવશે નજર
હાલમાં જ ગ્રાહક બાબતોનાં વિભાગે Flipkart અને Amazon જેવી અન્ય ઈ-કોમર્સ કંપનીઓ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે એક બેઠક કરી હતી. આ દરમિયાન, નકલી ઓનલાઈન રીવ્યૂનો મુદ્દો પણ સામે આવ્યો હતો. હવે કેન્દ્ર સરકાર એવું ફ્રેમવર્ક તૈયાર કરશે, જે આ પ્રકારના નકલી ઓનલાઈન રીવ્યૂ પર નજર રાખશે.
વિભાગ અત્યારે ઈ-કોમર્સ વેબસાઈટનાં હાજર મેકેનિઝમનું અધ્યયન કરી રહ્યું છે અને આ સાથે જ વૈશ્વિક સ્તર પર આ માટે અપનાવાતી પ્રેક્ટીસને પણ ધ્યાનમાં રાખી રહ્યું છે. ત્યાર બાદ જ વિભાગ એક ફૂલ પ્રૂફ ફ્રેમવર્ક તૈયાર કરશે.
- Advertisement -
કંપનીઓને જણાવવી પડશે પોલિસી
ઈ-કોમર્સ વેબસાઈટથી શોપિંગ કરતા સમયે લોકો પાસે કોઈ પ્રોડક્ટને સ્પર્શ કરીને કે જોઇને અનુભવવાનો મોકો મળતો નથી. એટલા માટે લોકો ઓનલાઈન રીવ્યૂ પર ભરોસો કરે છે.
ગ્રાહક બાબતોનાં સચિવ રોહિત કુમાર સિંહનું કહેવું છે કે હવે રીવ્યૂ લખનારની પ્રામાણિકતા સિદ્ધ કરવાની જવાબદારી ઈ-કોમર્સ કંપનીઓની રહેશે, આ બે મુદ્દા મુખ્ય છે. સાથે જ ઈ-કોમર્સ કંપનીઓએ એ જણાવવું જોઈએ કે તે ક્યા આધાર પર Most Relevant Reviewsની પસંદગી કરે છે.
આ મામલામાં ઈ-કોમર્સ કંપનીઓએ દાવો કર્યો છે કે નકલી રીવ્યૂની દેખરેખ કરવા માટે તેમની પાસે પહેલાથી જ ફ્રેમવર્ક છે. છતાં પણ લિગલ ફ્રેમવર્ક બનાવવા માટે તેઓ મદદ કરવા માંગે છે.