ડ્રગ્સકાંડમાં નવા ખુલાસા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હી અને ગુજરાતમાંથી 13 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ ઝડપાયાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે ભારતની બરબાદી નો સમાન સૌથી પહેલા ગુજરાત પહોંચતો હતો.
આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક દાણચોરોનો સમાવેશ થાય છે. યુકેના દાણચોર સતવિન્દર, દુબઈના કિંગપિન વીરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર, તેને દરિયાઈ માર્ગે ગુજરાત સુધી પહોંચતો હતો, જ્યાં કાચા માલને ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિફાઈન કરીને દિલ્હી મોકલવામાં આવતો હતો, જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થતો હતો. આ પછી તેને અન્ય રાજ્યોમાં દાણચોરીથી સપ્લાય કરવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન, આરોપીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં મળી આવેલ લગભગ 1,300 કિલો કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ દક્ષિણ અમેરિકન દેશોના દાણચોરો દ્વારા ગુજરાતની ડ્રગ્સ કંપનીને પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ ગેંગનો પર્દાફાશ થતાં જ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા મોટા ખેલાડીઓ, ખાસ કરીને યુકેના નાગરિકો અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા દાણચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં પોલીસના હાથે ઝડપાયેલા પાંચ આરોપીઓ વિજય ભેસણીયા, અશ્ર્વની રામાણી, બ્રિજેશ કોઠિયા, મયુર દેસલે અને વડોદરાના રહેવાસી અમિતના યુકે સ્થિત હેન્ડલર્સ સાથે ગાઢ સંબંધો હતા.
- Advertisement -
વાસ્તવમાં, આ નેટવર્ક મુખ્યત્વે દુબઈના વીરેન્દ્ર બસોયા, યુકેના સતવિંદર અને ભારતના તુષાર ગોયલ દ્વારા સંચાલિત હતું. ત્રણેયનું પોતાનું અલગ નેટવર્ક હતું. ત્રણેય લોકલ નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાથે કોડ વર્ડ્સમાં વાત કરતા હતા. દાણચોરીને છુપાવવા માટે આનો ઉપયોગ સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે થતો હતો. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત 5,620 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે અમળતસર અને ચેન્નાઈમાંથી ઝડપાયા હતા. આ કેસમાં હજુ પણ ઘણા તસ્કરો ફરાર છે, જેમને સ્પેશિયલ સેલ શોધી રહી છે.
દુબઇથી વિરેન્દ્ર વસોયા ઉર્ફે વીરૂના નિર્દેશ પર યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાત પહોંચાડતો: ગુજરાતથી દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં માલ મોકલાતો: દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, યુપી, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલું