કોરોના મહામારી અને લોકડાઉનના બેકડ્રોપમાં આકાર લેતી ચાલાક દિમાગની કહાણી
એટલું ખરું કે કોવિડની મહામારીના બેકડ્રોપ પર બનેલી ધ ગોન ગેમ એક દિલચશ્પ વેબસિરિઝ તો અવશ્ય છે જ. તમને ટિપિકલ ટાહયલાંવેડા ગમતાં હોય તો વાત જુદી છે.
- Advertisement -
યસ, ચીનથી વિસ્તરેલાં કોરોના વાયરસે ભારતમાં પગપેસારાની શરૂઆત કરી દીધી છે. લોકડાઉને આખા ભારતને સ્ટેચ્યુ મોડ પર મૂકી દીધું છે અને દરેક ધડકન ભય તેમજ ખોફમાં ધબકી રહી છે. વાયરસની ચપેટમાં મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરો તેજગતિથી આગળ રહયાં છે અને પોતાના ઘર, વતન, સ્ટેટ કે દેશ છોડીને બહાર ગયેલાં યા રહી ગયેલાં લોકોની વાપસી ની વણજાર ચાલુ થઈ છે. પરિવારજનો પણ બહારથી આવનારા સ્વજન કોરેન્ટાઈન થઈ જાય તેવું ઈચ્છી રહ્યાં છે ત્યારે…
બેંગકોકથી મુંબઈ પોતાના ઘરે પાછો ફરેલો બેન્કર સાહિલ ગુજરાલ કોરોનાની ચપેટમાં આવી ગયો હોય તેમ પોતાના રૂમમાં ભરાઈ ગયો છે. બહાર તેની સેલિબ્રિટી વાઈફ સુહાની ગુજરાલ પરેશાન છે. સાહિલના સુખી સંપન્ન પિતા રાજીવ ગુજરાલ અને માતા તેમજ દીકરી અમારા ગુજરાલ પણ સખત ચિંતિત છે. બેશક, બધા ફોન અને વિડિયો કોલથી એકબીજાના સંપર્કમાં છે પરંતુ સાહિલનું બંધ કમરામાંથી સતત ખાસવું તેમજ બહાર ન આવવાની જીદ સુહાનીને વિશેષ અકળાવી રહી છે. આખરે સાહિલ મને-કમને કોરોનાનો ટેસ્ટ કરાવવા સહમત થાય છે. તે કોરોના ટેસ્ટ કરાવવા નીકળે છે પણ પાછો આવતો નથી. પત્ની સુહાની દિલ્હી રહેતાં સાહિલના માતા-પિતાને ખબર આપે છે કે સાહિલ કોરોના પોઝિટીવ હતો અને હોસ્પિટલમાં જ તેનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. જો કે હોસ્પિટલમાં ક્યાંય સાહિલ ગુજરાલના કોરોના પોઝિટિવ થવાની કે એડમિટ થવાની કે અવસાન થયાની નોંધ મળતી નથી એટલે આવું લાગી રહ્યું છે કે સાહિલનું મૃત્યુ કોરોનાથી નથી થયું પણ તેની હત્યા કરવામાં આવી છે અને…
પતિનું ષડયંત્ર રચીને હત્યા કરવાના ગુનામાં પત્ની સુહાનીની ધરપકડ થાય છે. વૂટ સિલકેટ પર ર0ર1 માં સ્ટ્રીમ થયેલી ધ ગોન ગેમ વેબ સિરિઝની પ્રથમ સિઝનની આ કથા છે. કોરોનાની મહામારી ઉપર ધ ગોન ગેમ ને બાદ કરો તો સિનેમા, ટીવી કે વેબ સિરિઝના જમા ખાતામાં ખાસ કશું નોંધનીય બન્યું નથી. ધ ગોન ગેમ ને તેના માટે દશમાંથી આઠ માર્ક તો આપવા પડે કારણકે તેમાં કોરોનાની મહામારીને શિફતપૂર્વક વણીને એક રોમાંચક સિરિઝ કંડારવામાં આવી છે અને જુલાઈ-ર0રર માં જ ધ ગોન ગેમ ની બીજી સિઝન આવી છે. એ પણ તમને કોરોનાના માઠાં સમયની યાદ દેવડાવે છે કારણકે… બીજી સિઝનની વાર્તાની કહાણીનો આરંભ પણ (પહેલી સિઝનના) અંતથી જ થાય છે. સાહિલ (અર્જુન માથુર) ની હત્યાના આરોપમાં પકડાયેલી તેની પત્ની સુહાની (શ્રિયા પિલગાંવકર) ને આઠ મહિના પછી જામીન મળે છે અને બહાર નીકળીને એ મિડિયા સમક્ષ્ા એલાન કરે છે કે, હું ત્રણ દિવસમાં સાબિત કરી દઈશ કે સાહિલનું મૃત્યુ જ નથી પણ એ જીવતો જ છે
- Advertisement -
પુત્રવધુના આવા સ્ટેટમેન્ટથી અકળાયેલાં સાહિલ ગુજરાલના માતા (રુખસાર), પિતા રાજીવ (સંજય કપૂર) અને પુત્રી અમારા ગુજરાલ (શ્વેતા ત્રિપાઠી શર્મા) તાબડતોબ દિલ્હીથી ઉડીને મુંબઈ આવે છે. અમારાને હજુ ભાભી માટે સોફટ કોર્નર છે અને તેને લાગે છે કે, ભાભી સુહાની નિર્દોષ છે… ગુજરાલ પરિવાર અને સુહાની વચ્ચે એક મિટિંગ થાય છે. જો કે ઉશ્કેરાયેલાં સસરા રાજીવ ગુજરાલ પુત્રવધુનું ગળું દબાવી દેવાની કોશિશ કરે છે પણ માતા-પુત્રી તેમને રોકીને ખેંચી જાય છે પણ…
એ પછી સુહાનીનું મર્ડર થઈ જાય છે. શંકાના દાયરામાં ગુજરાલ પરિવાર હોવાથી તેમને હોટેલ અરેસ્ટ કરવામાં આવે છે. બીજી તરફ માત્ર આપણને (એટલે દર્શકોને) ખબર છે કે બિહાર પહોંચી ગયેલો સાહિલ બોર્ડર ક્રોસ કરીને નેપાળમાં ઘુસવાની પેરવી કરી રહ્યો છે. ધ ગોન ગેમ વેબ સિરિઝની બન્ને સિઝન નાવિન્ય પીરસતું થ્રિલર છે. પ્રથમ સિઝન શરૂ થાય ત્યારે એવું લાગે કે આ કોઈ કોરોના મહામારી પરની ડોક્યુમેન્ટરી હશે પણ માણસનું શૈતાન દિમાગ કેવી કેવી તરકીબ કરીને પરિસ્થિતિનો પોતાના પક્ષ્ામાં ઉપયોગ કરી જાણે છે, એ અહેસાસ માટે કોરોના મહામારીના શ્યો દેખાડવા અનિવાર્ય છે. બેન્કર સાહિલ રાજપાલ પણ એ યુનિવર્સલ મહામારીનો પોતાની છટકબારી માટે ઉપયોગ કરે છે એ વાતને ડિરેકટર અભિષેક સેનગુપ્તા અને નિખિલ ભટ્ટે સરસ રીતે કંડારી છે. રાધિકા આનંદ, નિખિલ ભટ્ટ, આયેશા સૈયદ, મૌતિક ટોલિયાએ વાર્તાને ગૂંથી છે પરંતુ એ સ્પષ્ટ થતું નથી કે નેપાળ ભાગી જવાથી સાહિલ રાજપાલને શો ફાયદો થવાનો હતો.
અર્ધ : સ્ટ્રગલરની આખી કથા
અભિનયનું ઘેલું લાગ્યા પછી જિંદગી આખી હિરો બનવાના ધખારામાં કાઢીને જીવનારા પર ચલા મુરારી હિરો બનને (અસરાની) થી લઈને કામયાબ (સંજય મિશ્રા) સુધીની ફિલ્મ આપણે ત્યાં બની છે અને લોકોને જાણે ગ્લેમર પાછળની ગોબરી સચ્ચાઈ જાણવામાં રસ ન હોય તેમ મોટાભાગની ફિલ્મો ચાલી નથી. ઝી ફાઈવ પર ગયા સપ્તાહે જ સ્ટ્રીમ થયેલી રાજપાલ યાદવ, રૂબૈના દલૈક (બિગ બોસ ફેઈમ) હિતેન તેજવાની, કુલભૂષણ ખરબંદાને ચમકાવતી અર્ધ નામની ફિલ્મમાં પણ સ્ટ્રગલર શિવાકુમારની જ વાત કરવામાં આવી છે પણ તેમાં એક અલગપણું જરૂરથી છે.
ફિલ્મોમાં એકસ્ટ્રા જેવા રોલ મળે ત્યારે કરતાં અને મોટાભાગે ઓડિશન આપ્યા કરતાં શિવા કુમાર (રાજપાલ યાદવ) દરરોજ સવારે
સ્ત્રીનો વેશ ધારણ કરીને નીકળે છે. તેના ટીનએજ પુત્રથી લઈને મહૌલ્લાના તમામ લોકો માને છે કે શિવા કુમાર હિન્દી ફિલ્મોમાં સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યો છે તેમજ મેથડ એકટર હોવાથી સ્ત્રી વેશમાં જ ઘરેથી નીકળે છે. જેથી પાત્ર સાથેનું સંધાન સેટ પર પહોંચવા સુધીમાં જોડાઈ જાય પરંતુ માત્ર પત્ની મધુ (રૂબૈના દલૈક) અને મિત્ર સત્યા (હિતેન તેજવાની) જ સત્ય જાણે છે.
સ્ત્રી વેશમાં તૈયાર થઈને શિવા કુમાર મુંબઈના અન્ય વિસ્તારમાં હિજડા તરીકે લોકોને દૂઆ – આશિર્વાદ આપીને બક્ષ્ાિસ મેળવીને આવક રળી રહ્યો છે. થોડી કમાણી કરી લીધા પછી એ ઓડિશન આપવા પહોંચી જાય છે પણ… પલાશ મુછલ લિખિત – દિગ્દર્શિત અર્ધ ફિલ્મ વાસ્તવલક્ષ્ાી ફિલ્મ છે એટલે કોઈ ચમત્કાર થતો નથી. ફિલ્મના અમુક શ્યો વેધક છે. હિજડા તરીકે રાજપાલ યાદવને ટ્રાફિક સિગ્નલ પર નિહાળવો, એક નવો અનુભવ છે અને આ પાત્ર તેની (કોમેડીની) ઈમેજથી વેગળું છે. અલગ જ વિષયનો અહેસાસ કરવો હોય તો અર્ધ જોવા જેવી છે. તેમાં મનોરંજન નથી, મનોમંથનની તક જરૂર છે