ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મંદિર નજીકની સ્થાનિક સોસાયટીઓમાં છેલ્લા બે મહિનાથી દીપડાના આંટાફેરા વધ્યા હતા.જેના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી અને વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવાવમાં આવ્યા હતા.ત્યારે અમુક દિવસો પહેલા પણ એક વાડીમાં ગાયનું મારણ દીપડા દ્વારા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ પ્રવત્ર્યો હતો.ત્યારે વનવિભાગને ફરી જાણ કરવામાં આવી હતી અને વન વિભાગના આરએફઓ કે.ડી.પંપાણીયા, વનરક્ષક કે.કે.જોષી, જીણાભાઈ સહિતના સ્ટાફે આખરે મહા મુસીબતે આ દીપડાનું રેસ્કયું કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપેલ છે.ઉપરાંત આરએફઓ કે. ડી. પંપાણીયાએ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે તે વિસ્તારના સ્થાનિકોનું માનવું છે કે હજુ એક દીપડો આ વિસ્તારમાં આંટાફેરા કરે છે જેના કારણે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.સોમનાથ સાનિધ્યે કાર્તિકી પૂર્ણિમાએ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે નજીકના સમયમાં જ આ મેળો યોજવાનો હોઈ તે પહેલાં આ દીપડાને કેદ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ
ઉઠી છે.