ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગરની સમરસ હોસ્ટેલ ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજન ગુણવત્તા યુક્ત નહિ હોવાનો વિવાદ વારંવાર પ્રકાશમાં આવ્યો છે. ભોજનમાં નીકળતી જીવાતોને લઈ ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓએ આંદોલનો કર્યા છે. ત્યારે ફરી એકવાર સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતોનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજ ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિધાર્થીઓ સાથે ગજઞઈં ના કાર્યકરો એકત્રિત થઈ ગયા જતા હોબાળો મચ્યો હતો. અને આવતીકાલ સુધીમાં જમવામાં જીવાતો નીકળવાનું બંધ ના થાય તો આવેદનપત્ર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.