ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના વિદ્યાનગર મેઇન રોડ તથા મંગળાનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 6 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 6 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના વિદ્યાનગર મેઇન રોડ તથા મંગળાનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ સુદર્શન મદ્રાસ કાફે, વેદ મેડીસીન્સ, સારથી ફાર્મસી, સુકૃપા મેડિકલ એજન્સી, રામદેવ નાસ્તા હાઉસ, કિશન કોલ્ડડ્રિંક્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી
- Advertisement -
મંગલમ મેડિકલ, ક્રિષ્ના મેડિકલ, શ્રદ્ધા મેડિકલ, મેઘા મેડિકલ, મનોહર મેડીસીન, ગણેશ મેડીસીન, શ્રી મેડિકલ, ગાયત્રી મેડિકલ, અવની મેડિકલ, ગાયત્રી મેડિકલ સેન્ટર, અંબિકા એજન્સી, ભૂમિ મેડિકલ, શરબતવાલા, પટેલ રેસ્ટોરેન્ટ, ખોડિયાર દાળ પકવાન, રામદેવ નાસ્તા હાઉસ, કિશન કોલ્ડ્રિંક્સની ચકાસણી કરવામાં આવી હતી.મસાલાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મસાલાના કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ઉમિયા મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, ખોડલ મસાલા ભંડાર (મંડપ), જલારામ મસાલા ભંડાર (માંડવો), ગિરિરાજ સિઝન સ્ટોર (માંડવો) સહિત કુલ 10 જગ્યાએથી મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા.