20 જેટલા નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ, 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના અપાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એન.એસની તપાસ કરતા સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલી ખાદ્યચીજોનો એક્સપાયરી ડેટ પૂરી થયેલ મિલ્ક 4 પેક્ડ બેગમાંથી કુલ 20 લીટર જથ્થો નાશ કર્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામેના વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામેના વિસ્તારમાં આવેલા ગાત્રાળ ગાંઠિયા, બાલાજી પાઉંભાજી, રામ કોલ્ડ્રિંક્સ, મહાદેવ ગાંઠિયા, જય મોમાઈ કોલ્ડ્રિંક્સ, જલારામ ગાંઠિયા જલેબી, મુરલીધર નાસ્તા હાઉસ, ગુરુનાનક નાસ્તા હાઉસને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ શ્રી આશાપુરા કોલ્ડ્રિંક્સ, ગાયત્રી મદ્રાસ કાફે, બલદેવ પરોઠા હાઉસ, ગેબી પાન ટી કોલ્ડ્રિંક્સ, સાગર કોલ્ડ્રિંક્સ, રાધે ક્રિષ્ના ફરસાણ, પટેલ નાસ્તા હાઉસ, શક્તિ અન્નપૂર્ણા નાસ્તા સેન્ટર, અમૃત સ્વીટ્સ નમકીન, ભારત કોલ્ડ્રિંક્સ, અશોક બેકરી અને કે.ઇ.એન. નાસ્તા સેન્ટરની ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ એસ.વી.એન્ટપ્રાઇઝ અને નકલંગ ટી સ્ટોલમાંથી ચાના કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા.