ત્રણ કલાક, 27 મિનિટ સુધી દેખાયું
છેલ્લા 33 વર્ષનું સૌથી લાબું ચાલનારું ચંદ્રગ્રહણ
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ કંઈક આ રીતે ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં દેખાયું. તેને સુપર ફ્લાવર બ્લડ મૂન પણ કહેવાય છે. 1989 પછી આ ચંદ્રગ્રહણ દેખાયું છે. તે ભારતમાં દેખાયું નથી, પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાં આશરે 85 મિનિટ સુધી દેખાયું. જ્યારે ધરતી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર લાલ દેખાય છે. ત્રણ કલાક, 27 મિનિટ સુધી દેખાનારું આ દસકાનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ છે.