કઠિન ગણાતી ગિરનાર સ્પર્ધામાં એક પણ સ્પર્ધકને ગંભીર ઈજા નહીં
પ્રથમ વિજેતા વાઘેલા શૈલેષભાઈ, જાડા રીંકલ, ગજેરા જશુબેન, સોલંકી અજયકુમાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સાહસ અને રોમાંચ સાથે ગત વેહલી સવારે 7ના ટકોરે ગેટ સેટ ગો સાથે ધારાસભ્ય સંજય કોરડીયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ પણ ફ્લેગ ઓફ આપીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધી 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ 2200 પગથીયા સુધીની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાના કુલ 1193 સ્પર્ધકોએ રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા દોટ મુકી હતી.આ સ્પર્ધામાં એક પણ સ્પર્ધકને કોઈ પણ ગંભીર ઇજા થઇ ન હતી અને સોમાંચકતા સાથે સ્પર્ધા સંપન્ન થઇ હતી ત્યારે બાદ વિજેતા સ્પર્ધકોને મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા ઇનામ રાશિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધા ચાર કેટેગરીમાં યોજાઈ હતી જેમાં પ્રથમ વિજેતા થયેલ સ્પર્ધકમાં 38 મીનીટના સમય સાથે સીનીયર બહેનોમાં જાડા રીંકલ વિનોદભાઈ સુરેન્દ્રનગર, 59.14 મીનીટના સમય સાથે સીનીયર ભાઈઓમાં વાઘેલા શૈલેષ મનસુખભાઈ અમરેલી, 37.55 મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં ગજેરા જશુબેન લક્ષમણભાઈ જૂનાગઢ, 01.04.20 કલાકના સમય સાથે જુનીયર ભાઈઓમાં સોલંકી અજયકુમાર વિજયભાઈ દાહોદના આ તમામ સ્પર્ધકો પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. પરંતુ આ 39મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા થઈ નથી.મંગલનાથ બાપુની જગ્યા કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા અંદાજે 625 જેટલા સ્પર્ધકોને સામાન્ય સારવાર જરૂરી આપવામાં આવી હતી.