સર્વ સમાજના બહેનોને નિ:શુલ્ક પ્રવેશ આપી અર્વાચીન રાસોત્સવમાં પાયોનિયર બનતું સરદારધામ યુવા સંગઠન
રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ સહિત તમામ સરકારી તંત્રના અધિકારીઓએ જીતુભાઈ સોરઠીયાના આયોજન અને મહિલાલક્ષી અભિગમને બિરદાવ્યો
- Advertisement -
બાઈક, એક્ટિવા, એલ. ઇ.ડી.ટી.વી, ફ્રીઝ, ઘરઘંટી, સોનું, ચાંદી, કિચનવેર અને સાયકલ સહિતના અઢળક ઈનામોથી ખેલૈયાઓને નવાજયા
ખાસ-ખબર સંવાદદાતા
સરદારધામ યુવા સંગઠન એવમ નવરાત્રિ આયોજન સમિતિએ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ, કોકોનેટ પાર્ટી પ્લોટ સામે કરેલા સૌ પ્રથમ રાસોત્સવને જબ્બર પ્રતિસાદ સાંપડયો હતો. સાથોસાથ સરદારધામ યુવા સંગઠનના પ્રમુખ જીતુભાઈ સોરઠીયાએ ચાતરેલા નવા ચિલાને વ્યાપક આવકાર મળ્યો હોવાની સાબિતી આપતા હોય તેમ સર્વ સમાજની બહેન, દીકરીઓએ નવરાત્રિ દરમ્યાન હજજારોની સંખ્યામાં નિ:શુલ્ક રાસોત્સવને મન ભરી માણ્યો હતો. એટલું જ નહિ સોનાની ગીની, ચાંદીના બિસ્કીટ સહિત અનેક સરપ્રાઇઝ ઇનામોની હકકદાર પણ બની હતી. નવ નવ રાત્રિ દરમ્યાન અનેક સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ઔધોગિક, ધાર્મિક અગ્રણીઓએ સરદારધામ રાસોત્સવની મુલાકાત દરમ્યાન આયોજનને બિરદાવી આવનારા વર્ષોમાં પણ આવું જ જાજરમાન અને સફળ આયોજન કરતા રહેવાની શુભકામના પાઠવી હતી.
નવમા નોરતે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ગગજીભાઈ સુતરીયા (સરદારધામ પ્રમુખ સેવક), પરેશભાઈ ગજેરા (સરદારધામ ઉપ પ્રમુખ), મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), જયેશભાઈ બોઘારા તથા સરદારધામ ટ્રસ્ટીઓ જગજીવનભાઈ સખીયા (ગોકુલ હોસ્પિટલ, નવરાત્રિ આયોજન મુખ્ય સ્પોનસર), સંજય પટેલ, વલ્લભ સતાણી (સલાહકાર), નાથાભાઈ કમાણી, સંજય ગોંડલીયા, જેન્તીભાઇ સરધારા, ડો. જાગૃતિબેન પટેલ (સરદાર ધામ ઉપપ્રમુખ), જ્યોતિબેન ટીલવા (સરદારધામ સંગઠન મંત્રી), બિપીન પટેલ (સરદારધામ સમાજ સેતુ કનવિનર), જવેરભાઈ બુધેલિયા, કૌશિક રાબડિયા (સૌ.ઝોન. મંત્રી), જગદીશ કોટડીયા (સરદારધામ સ્થાપક ટ્રસ્ટી, નાણાંમંત્રી), જયશ્રીબેન રંગોલિયા (જૂનાગઢ જિલ્લા કનવિનર) તથા કિશોર રાઠોડ (રાજકોટ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી), પ્રવીણ નિમાવત (શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન), નરેન્દ્રસિંહ ઠાકુર (શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન), હિતેશ રાવલ (શિક્ષણ સમિતિ સદસ્ય), જયેશ પંડ્યા (વોર્ડ નં. 12 મહામંત્રી), સીમાબેન જોશી (જિલ્લા ભાજપ મંત્રી), વર્ષાબેન ખૂંટ (જિલ્લા ભાજપ મહામંત્રી), મિતલબેન રાવલ(બ્રહ્મ સમાજ પ્રમુખ), જાગૃતિબેન ભાણવડીયા (શિક્ષણ સમિતિ ચેરમેન) સહિતના મહેમાનોએ રાસોત્સવ માણ્યો હતો. જ્યારે જયેશભાઈ રાદડીયા અને પરેશભાઈ ગજેરા સહિતના મહાનુભાવો ગ્રાઉન્ડમાં મન ભરીને આયોજકો તથા ખેલૈયાઓ સંગ ઝૂમ્યા હતા.
નવ રાત્રિ દરમ્યાન દૈનિક પ્રિન્સ પ્રિન્સેસ બનેલા ખેલૈયાઓના મેગા ફાયનલ રાઉન્ડમાં સિનિયર કેટેગરી પ્રિન્સેસ ગ્રુપ એ. પરીતા રાખોલીયા (એક્ટિવા), બીજું ઈનામ 10 ગ્રામ સોનુ પ્રિયંકા લુણાગરિયા, ત્રીજુ ઈનામ 500 ગ્રામ ચાંદી વૃષ્ટિ સગપરિયા, ચોથુ ઈનામ ફ્રીજ હેતવી આંબલીયા, પાંચમુ ઈનામ એલઈડી ટીવી અર્પિતા પાનસુરીયા, બી ગ્રુપમાં પ્રિયાંશી વસોયાને ઘરઘંટી, શ્રુપલ કપુરીયા મોબાઇલિ, લીઝા ડોબરિયા સાઉન્ડ બાર, હીના જીવાણીને હોમ થિયેટર, અલ્પા ભુવા કિચનવેરના હકકદાર બન્યા હતા. જ્યારે એ ગ્રુપમાં પ્રિન્સ કરણ સોજીત્રાને બાઈક, બીજા ક્રમે પિયુષ કમાણીને ફ્રીજ, જીગ્નેશ મેઘાણી એલઈડી ટીવી, ગ્રુપ બીમાં પ્રથમ ક્રમે રહેલા પાર્થ લીંબાસીયાને ઘરઘંટી, બીજા ક્રમે સાહિલ મેઘાણીને મોબાઇલ, ચોથા ક્રમે નરેન્દ્ર રૂપારેલીયાને હોમ થિયેટર, પાંચમે ક્રમે સાગર ડોમડીયા.કિચનવેર તેમજ ગ્રુપ એ જુનિયર પ્રિન્સ તરીકે શુભમ લુણાગરિયા 8 ગ્રામ સોનું, બીજે ક્રમે નમન મેઘાણી ચાર ગ્રામ સોનુ, શ્રી સભાયા 200 ગ્રામ ચાંદી, હેત તળપદાને સાયકલ, સાગર ગોંડલીયા ટેબલેટ તથા ગ્રુપ બીમાં અંશ ટીલવા કરમ બાબીયા અને શિવમ વૈષ્ણવને સાયકલ, પ્રવીણભાઈ અને વરુણ વસોયા હેડફોન ગ્રુપ એ પ્રિન્સેસ વૈદહી વોરા આઠ ગ્રામ સોનુ, પિનલ ચોવટીયા ચાર ગ્રામ સોનું, ક્રિષા મેઘાણી 250 ગ્રામ ચાંદી, શ્રેયા ગેલાણી સાયકલ, આયુષી સોરઠીયા ટેબલેટ, ગ્રુપ બીમાં હિતેશ સોરઠીયા, દયા સાવલિયા અને ડિમ્પલ સિધ્ધપુરા સાયકલ અને સંગમ સોજીત્રા તથા હિરવા સોરઠીયા હેડફોનના હકકદાર બન્યા હતા.