પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ટીઝર 2 ઓક્ટોબરના દિવસે અયોધ્યામાં રિલીઝ થવા જઈ રહ્યું છે અને ફિલ્મનું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા છે.
પ્રભાસની ફિલ્મ આદિપુરુષની રાહ ચાહકો લાંબા સમયથી જોઈ રહ્યા છે અને એવામાં આ ફિલ્મનું ટીઝર 2 ઓક્ટોબરના દિવસે અયોધ્યામાં રિલીઝ થવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મનું ટીઝર પોસ્ટર સામે આવ્યું છે અને આ ફિલ્મમાં બાહુબલીના પ્રભાસ ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મ નિર્દેશક ઓમ રાઉત એ કર્યું છે. ફિલ્મના આ પોસ્ટરમાં પ્રભાસની ભગવાન રામની ભૂમિકામાં એક ઝલક જોવા મળી રહી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ફિલ્મ આદિપુરુષનું ટીઝર થશે રિલીઝ
પોસ્ટર શેર કરતા પ્રભાસે લખ્યું હતું કે, ‘આરંભ. અમે અયોધ્યામાં સરયુ નદીના કિનારે અમારા સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તમે પણ સાથે આવજો. 2જી ઓક્ટોબરે આદિપુરુષ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર રિલીઝ કરશું.’ હાલ જે પોસ્ટર શેર કરવામાં આવ્યું છે તેમાં પ્રભાસ કોઈ એક પૌરાણિક કથાઓના સૈનિક તરીકે નજર આવી રહ્યો છે અને હાથમાં ધનુષ-બાણ પકડીને નિશાનો સાધી રહ્યો છે. પ્રભાસનો આ લુક હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
રામાયણ લઈને આવી રહ્યા છે પ્રભાસ
આદિપુરુષ ફિલ્મમાં રામાયણની વાર્તા બતાવવામાં આવશે અને ફિલ્મમાં પ્રભાસની સાથે કૃતિ સેનન, સૈફ અલી ખાન અને એક્ટર સની સિંહ નિજ્જર પામ નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. જણાવી દઈએ કે આદિપુરુષનું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા છે. પ્રભાસની આ ફિલ્મ ભારતમાં બનવાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ સાથે જ ખબર એમ પણ મળી છે કે ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ પર 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
પ્રભાસની આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં એક સાથે શૂટ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ફિલ્મની સ્ટોરી ઓમ રાઉતે કોવિડ-19ના લોકડાઉનમાં લખી હતી અને પ્રભાસને આ સ્ટોરી ગમી અને તેણે તેમાં કામ કરવાનું નક્કી કર્યું. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવશે. બીજી તરફ ક્રિતી સેનન, સીતા અને સની સિંહ લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ હિન્દી અને તેલુગુ સહિત તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.