બ્રિટનના NHS ના રસીકરણ કાર્યક્રમના ડેપ્યુટી લીડ, ડૉ. નિક્કી કાનાણીએ જણાવ્યું કે, આ રસી કોવિડ- 19 અને ઓમિક્રોન વેરિએન્ટ સહિત ગંભીર રોગ સામે નોંધપાત્ર રક્ષણ પૂરું પાડે છે.
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે ગઈકાલે 5 થી 11 વર્ષની વયના કોરોનાના સંભવિત જોખમ હેઠળ રહેલા બાળકો માટે તેમનો પહેલો એન્ટી કોવિડ- 19 રસીકરણ કાર્યક્રમ વિસ્તરિત કર્યો છે. આ રસીકરણમાં ડાયાબિટીસ, નબળી રોગ પ્રતિકારક શક્તિ, શીખવાની અક્ષમતા અને કોવિડ- 19 નું વધુ જોખમ ધરાવતા અને અન્ય રોગોવાળા બાળકોનો સમાવેશ કરવામાં આવશે.
- Advertisement -
NHS ઈંગ્લેન્ડે જણાવ્યું કે, ઈંગ્લેન્ડમાં લગભગ 5,00,000 બાળકોને તેમની એન્ટિ-કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે, જે જોઈન્ટ કમિટી ઓન ઈમ્યુનાઈઝેશન દ્વારા સૂચવવામાં આવેલી સલાહ અનુસાર કામગીરી કરવામાં આવશે.
તેમણે આગળ કહ્યું કે, ‘NHS હવેથી 5 થી 11 વર્ષની વયના બાળકોને રસી અપાવા જઈ રહ્યું છે જેથી કરીને તેઓ સુરક્ષિત રહે. દરરોજ હજારો યુવાનો રસી લઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં લાખો લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અમે માતા-પિતાને તેમના બાળકોને રસી આપવા માટે આગળ આવવા અપીલ કરીએ છીએ. જેમ- જેમ NHS તમારો સંપર્ક કરે છે, તેથી કૃપા કરીને આગળ આવો, જેથી NHS તમારા સૌથી નાના બાળકોને વાયરસ સામે રક્ષણ આપી શકે.’
NHS એ અગાઉ 12 અને તેથી વધુ વયના કિશોરો માટે રસીકરણની રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, 12-17 વય જૂથમાં 3.5 મિલિયનથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 24 લાખ કિશોરોને તેમના કોરોના વિરુદ્ધ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
- Advertisement -
ગત શનિવારે, યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું હતું કે, BA.2 વૃદ્ધિ દર ઇંગ્લેન્ડના તમામ વિસ્તારોમાં BA.1 કરતાં વધી ગયો છે જ્યાં તેનું મૂલ્યાંકન કરવા માટે પૂરતા કોરોનાના નવા કેસ છે. ગત તા. 24 જાન્યુઆરી સુધીમાં જીનોમ સિક્વન્સિંગમાં ઈંગ્લેન્ડમાં BA.2 ના 1,072 કેસોની ઓળખ કરવામાં આવી છે. આ અંગેના તમામ મૂલ્યાંકનો પ્રારંભિક છે, જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યા પહેલા કરતા પ્રમાણમાં ઓછી છે.