છેલ્લા દિવસે બહેનો ખીલી ઉઠી: સિંગરો અને ઓરકેસ્ટ્રાએ જમાવટ કરી દીધી
ખાસ-ખબર સંવાદદાતા
ભક્તિ અને શક્તિના કેન્દ્ર સમાન ગોપી રાસોત્સવનું રંગેચંગે સમાપન થયું છે. છેલ્લા નોરતે બહેનોએ જોશભેર ગરબા લીધા હતા તો સિંગરો અને ઓરકેસ્ટ્રાનાં કલાકારોએ પણ જમાવટ કરી હતી અને આ નવરાત્રીને યાદગાર બનાવી દીધી હતી. આ રાસોત્સવમાં નવેય દિવસ શહેરના જુદા જુદા ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સરગમ કલબ તથા સરગમ લેડીઝ કલબના આયોજનને વખાણ્યું હતું. ગોપી રાસોત્સવમાં રોજેરોજ બહેનો ઉપર લાખેણા ઇનામોની વર્ષા થઇ હતી અને મહાનુભાવોના હસ્તે આ ઇનામો આપવામાં આવ્યા હતા. નવમા નોરતે બહેનોને ગરબે રમતી નિહાળવા માટે જે મહાનુભાવો આવ્યા હતા તેમાં વજુભાઈ વાળા, પ્રતાપભાઈ પટેલ, રમણીકભાઈ જસાણી, મનીષભાઈ માંડેકા, રાજનભાઈ વડાલીયા, રાજેષભાઈ કાલેરીયા, રમેશભાઈ જસાણી, કિરણભાઈ બારવિયા, વિજયભાઈ કારીયા, કમલેશભાઈ આંબલીયા, શિલ્પાબેન પુજારા, તેજસભાઈ ભટ્ટી વગેરેનો સમાવેશ થતો હતો.
છેલ્લા નોરતે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ ગરબા રમવા આવેલી બહેનો, મહાનુભાવો, દાતાઓ, સિંગરો, ઓરકેસ્ટ્રાના કલાકારો, સમાચાર માધ્યમો, ડી.એચ.કોલેજના સંચાલકો, રાજ્ય સરકાર,વહીવટી તંત્ર સહિતનાનો આભાર માન્યો હતો.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, માલાબેન પાઠક, ગીતાબેન ઉનાગર, દિવ્યાબેન ઉમરાળીયા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રમેશભાઈ અકબરી, ઘનશ્યામભાઈ પરસાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.