બંગાળી જગતને એક મોટી ખોટ પડી છે. જાણીતી અભિનેત્રી એન્ડ્રિલા શર્માનું માત્ર 24 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે.
બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી એન્ડ્રિલા શર્માનું નિધન થયું છે. મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટથી પીડાતા અભિનેત્રીએ 20 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રીની હાલત ગંભીર હતી અને હવે તેણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે.
- Advertisement -
કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત
એન્ડ્રિલા શર્માએ આટલી નાની ઉંમરે જ દુનિયાને અલવિદા કરી દેતા તેના તમામ ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતી. એન્ડ્રીલાને અનેક વખત હાર્ટએટેક આવ્યાં હતા હાર્ટ એટેક બાદ એક્ટ્રેસના ડોક્ટર્સે પણ સીપીઆર કર્યું હતું. જો કે, તેમની હાલત સતત ગંભીર રહી હતી અને સરવાળે તે જિંદગીનો જંગ હારી ગઈ હતી.
প্রয়াত অভিনেত্রী ঐন্দ্রিলা শর্মা pic.twitter.com/nOMhjLseVV
— Bhaswati Ghosh (@bhaswati10) November 20, 2022
- Advertisement -
1 નવેમ્બરે બેભાન અવસ્થામાં હોસ્પિટલ દાખલ કરાઈ હતી
એન્ડ્રિલા શર્માને 1 નવેમ્બરના રોજ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારથી તે વેન્ટિલેટર સપોર્ટ પર હતી. કાર્ડિયાક અરેસ્ટ પહેલા અભિનેત્રીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેના મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું. બ્રેઈન સ્ટ્રોક બાદ તેને ઘણા હાર્ટ એટેક આવ્યાં હતા.
View this post on Instagram
ચાહકો આઘાતમાં
આટલી નાની ઉંમરે એન્ડ્રિલા શર્માના દુનિયા છોડી દેવાના સમાચાર વહેતા થયા બાદ ચાહકો આઘાતમાં સરી પડ્યાં હતા. માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ ભારે આઘાતથી છળી ઉઠ્યાં હતા. લોકો તેના પરિવાર પ્રત્યે ભારે સંવેદના દાખવી રહ્યાં છે.
Bengali actor Aindrila Sharma passed away at the age of 24 in a private hospital in Howrah today after suffering multiple cardiac arrests last night.
(Photo source: Aindrila Sharma's Facebook page) pic.twitter.com/iIyKvxGevh
— ANI (@ANI) November 20, 2022
બે વાર કેન્સર સામેનો જંગ જીતી
એન્ડ્રિલા બે વખત કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી હતી. અભિનેત્રીએ બીજી વખત કેન્સર સાથેની લડાઇ જીત્યા બાદ અભિનય ક્ષેત્રે પાછી ફરી હતી. કેમોથેરપી બાદ ડોક્ટરોએ તેને કેન્સર મુક્ત જાહેર કરી હતી.