એક રેસ્ટોરન્ટ તેના મોંઘા બિલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જ્યાં 1 કરોડથી વધુનું ફુડ બિલ આવ્યું છે. જેને જોઈને બધા આશ્રર્યચકિત થઈ ગયા છે.

એક રેસ્ટોરન્ટ તેના મોંઘા બિલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જ્યાં 1 કરોડથી વધુનું ફુડ બિલ આવ્યું છે. જેને જોઈને બધા આશ્રર્યચકિત થઈ ગયા છે. આ બિલને જોઈને મોટાભાગના લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક રેસ્ટોરન્ટ પોતાના બિલના કારણે ચર્ચામાં
આ દુનિયામાં એકથી એક સારા રેસ્ટોરન્ટ છે. જ્યાં માત્ર સ્વાદિષ્ટ ભોજન જ ઉપલબ્ધ નથી પરંતું સેવા પણ વિશ્વકક્ષાની છે. આવી સ્થિતિમાં ક્યારેક હોટેલનું ફુડ ચર્ચામાં આવે છે તો ક્યારેક હોટેલ પણ લોકોની ચર્ચામાં આવી જાય છે. જો કે આવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા હોય છે. જ્યારે હોટલનું બિલ ચર્ચાનો વિષય બની જાય છે. કારણ કે આજકાલ લોકો ખાવાના એટલા શોખીન થઈ ગયા કે તેઓ બિલની પરવા કરતા નથી. પરંતું જ્યારે બિલ હદ વટાવી જાય તો વિચારવું જ રહ્યું હાલમાં જ એક રેસ્ટોરન્ટ પોતાના બિલના કારણે ચર્ચામાં આવી છે. જેને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એક વ્યક્તિનું ફૂડ બિલ 1.36 કરોડ રૂપિયા આવ્યું

આ ચર્ચા અબુ ધાબીના ‘સોલ્ટ બા’ રેસ્ટોરન્ટની છે જ્યાં એક વ્યક્તિનું ફૂડ બિલ 1.36 કરોડ રૂપિયા આવ્યું. આ રેસ્ટોરન્ટ પ્રખ્યાત રસોઈયા શેફ નુસરત ગોક્ષની છે. અબુ ધાબીના ચલણમાં ફૂડ બિલ 6,15,065 AED છે, ભારતીય ચલણમાં આ રકમ લગભગ 1.36 કરોડ એટલે કે એક કરોડ 36 લાખ રૂપિયા છે. આ ફૂડ બિલમાં ઉલ્લેખિત મોંઘી વસ્તુઓમાં મોંઘી વાઈન બોર્ડેક્સ, બકલાવા અને સિગ્નેચર ગોલ્ડ પ્લેટેડ ઈસ્તાંબુલ સ્ટીકનો સમાવેશ થાય છે.

http://

View this post on Instagram

A post shared by Nusr_et#Saltbae (@nusr_et)

યુઝર્સે ઈન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયાઓ આપી

આ બિલ બે દિવસ પહેલા સોલ્ટ બાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, “ક્વોલિટી ક્યારેય મોંઘી હોતી નથી.” આ તસ્વીર જોયા બાદ લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે કારણ કે લોકો નુસરત ગોક્ષની હોટલનું આ બિલ પચાવી શકતા નથી. એક યુઝરે લખ્યું, ‘જો આટલા પૈસા બચો તો એક સાથ અનેક જીલ્લાઓને જમવા માટે બોલાવવા જોઈએ. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યું કે આશા રાખું છું કે આ બિલ મુજબ કર્મચારીઓને સારો પગાર પણ આપતા હશે. અન્ય એક યુઝરે લખ્યું કે આ સ્પષ્ટપણે મુર્ખતા ભર્યું કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે સોલ્ટ બા વર્ષ 2017ની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક મીમ વાયરલ થયા બાદ ચર્ચામાં આવી હતી. જેમાં તે પોતાની વાનગીઓને ખાસ રીતે મીઠું નાખીને મસાલા કરતા જોવા મળ્યા હતા, જેના કારણે તે સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થઈ ગયો હતો. હાલમાં તે વિશ્વના તમામ મોટા શહેરોમાં રેસ્ટોરાંના માલીક છે.