પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા અતિ ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં ખડેપગે રહી સરાહનીય કામગીરી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર સતત સતર્ક અને સાવચેત છે. ગ્રામ્ય પંથકમાં લોકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
- Advertisement -
ત્યારે કુતિયાણા નજીક સરાડીયા હાઈવે પર માર્ગ વચ્ચે તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું હતું, જેથી રસ્તો બ્લોક થઈ ગયો હતો. જિલ્લા વહીવટીતંત્રની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને જે.સી.બી. મશીનરીથી માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આમ પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા અતિ ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં ખડેપગે રહી સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.