રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગની બેઠકમાંથી દરખાસ્ત પરત
45 લાખના પુસ્તકો વસાવાશે: 16 લાખના ટોયઝ, પઝલ્સ, ગેઈમ્સની મનપા ખરીદી કરશે
- Advertisement -
આજની સ્ટેન્ડિંગમાં કુલ રૂા. 17 કરોડથી વધુના વિકાસ કામોને બહાલી આપતાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની સેન્ટ્રલ કચેરી ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી. જેમાં 52 દરખાસ્તને મંજૂરી મળી હતી. આ ઉપરાંત બે કામોની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જેને રિ-ટેન્ડર કરવાનો નિર્ણય આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો હતો.
- Advertisement -
વધુમાં રાજકોટના વિકાસ કામો માટે કુલ ખર્ચ રૂા. 17,62,54,830 મંજૂરી આપવામાં આવી છે અને રાજકોટ મનપાના પૂર્વ ઝોનના આજી ફિલ્ટર પ્લાન્ટ-3ના ઓપરેશન એન્ડ પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ કરવાની કામગીરી દ્વિવાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટથી કરાવવા અને ડ્રેનેજ શાખાના રૈયાધાર ખાતે આવેલા 56 એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામ અંગે આમ આ બે દરખાસ્તો રિ-ટેન્ડર કરવામાં આવી છે. આ બંને ટેન્ડરનો ખર્ચ ઓછો થવાની શક્યતાના કારણે આ ટેન્ડર હાલ પૂરતા નામંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં શહેરના વોર્ડ નં. 4માં નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા રૂા. 1,13,16,380નો ખર્ચ થશે તથા વોર્ડ નં. 18, 4 અને વોર્ડ નં. 1માં વોટર વર્કસ (ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક) માટે રૂા. 1,48,81,611 મંજૂર, ભાદર યોજનાના ગોંડલ પમ્પીંગ સ્ટેશનને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બે વર્ષ માટે ઓપરેશન અને પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સના કામ માટે રૂા. 14,63,193 બોક્સ કલ્વર્ટ માટે રૂા. 1,92,59,128, લાયબ્રેરી માટે રૂા. 13,75,000, સ્મશાન સંચાલન ગ્રાન્ટ રૂા. 61,68,500, આરોગ્ય કેન્દ્ર માટે રૂા. 28,80,000, મેનપાવર માટે રૂા. 1,13,16,380, સી.સી. રોડ માટે રૂા. 1,05,96,777, કોમ્યુનિટી હોલ રીપેરીંગ માટે 29,44,000, રોશની (એલ.ઈ.ડી. ફીક્ચર ખરીદી) માટે રૂા. 19,40,516 અને આર્થિક તબીબી સહાય માટે રૂા. 1,00,74,000 સહિતની અન્ય 52 જેટલી દરખાસ્તો માટે રૂા. 17,62,54,830ના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે બહાલી આપી હતી.
વધુમાં મનપાએ ભૂગર્ભ જળના સંગ્રહ માટે નવતર યોજના હાથ ધરી છે. શહેરમાં ચોમેર થઈ ગયેલા ડામર રોડના કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી અને પાણી વહીને નદીમાં જતું રહે છે. પાણી જમીનમાં સંગ્રહિત નહીં થતાં ભૂગર્ભ જળના તળ સતત ઊંડા ઉતરી રહ્યા છે ત્યારે હવે શહેરમાં ઊંડા બોર બનાવવામાં આવશે. પુસ્તકો ખરીદવા માટે વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ જેની મુદત ડીસેમ્બર 2021 દરમિયાન પૂર્ણ થયેલ છે. આ અંગે બે વર્ષનું અંદાજિત રૂા. 45,00,000નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે અને મનપા સંચાલિત પુસ્તકાલયો માટે ટોયઝ, પઝલ્સ, ગેઈમ્સ ખરીદવા માટે રૂા. 16,00,000નો ખર્ચ કરવામાં આવશે. આમ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા. 17,62,54,830ના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.