રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા
ચૂંટણી પંચના નિયમો બનાવ્યા તે મુજબ વૃદ્ધોને એડવાન્સ મતદાન કરવાનું હોય છે. ત્યારે રાજુલા તાલુકાના વડલી ગામે ચૂંટણી સ્ટાફ હાજર રહી અરશીભાઈ ભીખાભાઈ જીંજાળા ઉંમર વર્ષ 100 ના વૃધ્ધના ઘરે જઇ મતદાન કરાવવામા આવ્યું હતું. અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ધરે કરવામા આવેલ હતું. આ ઉપરથી લાગે છે કે, આ વખતે મતદાનમાં લોકોને ખૂબજ રસ છે. અને જાગૃતતા પણ જોવા મળી રહી છે. જેના કારણે વૃદ્ધ વાલીઓને મતદાન કરાવવા માટે યુવાનો સામેથી જ મતદાન કરાવે છે. જેથી ચૂંટણીનું આવું વાતાવરણ જોતા આ વખતે રાજુલા-98 વિધાનસભાનું મતદાન સારૂ એવુ થશે તેમ લાગી રહ્યું છે.