બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી રહી. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ, પ્રોપર્ટી રોકાણ, આ બધી બાબતો હવે તેમની આવકનો મોટો હિસ્સો બની ગઈ છે. આ કારણોસર મોટી હિટ ફિલ્મ વગર પણ આ સ્ટાર્સને પોતાની ફી ઘટાડવાનું દબાણ લાગતું નથી.
તાજેતરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ 2024 માં સૌથી વધુ હતી. યુએસ સ્થિત વૈશ્વિક નાણાકીય કંપની ક્રોલના એક અભ્યાસ મુજબ, રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ 170.7 મિલિયન (લગભગ 1,423 કરોડ) હોવાનો અંદાજ છે. ખાસ વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં કોઇ મોટી સોલો ફિલ્મ રજૂ થઇ નથી, છતાં તે બ્રાન્ડ વેલ્યુમાં સૌથી આગળ છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર, રણવીર સિંહની સાથે શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર અને દીપિકા પાદુકોણ પણ બ્રાન્ડ વેલ્યુ લિસ્ટમાં સામેલ છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 100 થી 146 મિલિયન (800-1,216 કરોડ)ની વચ્ચે હતી. નિષ્ણાતો કહે છે કે રણવીરની એનર્જી અને તેની સંબંધિત છબી યુવાનો અને સામાન્ય પ્રેક્ષકો બંનેમાં લોકપ્રિય છે. આ જ કારણ છે કે કંપનીઓ દરેક જાહેરાત ઝુંબેશ માટે તેમને 4 થી 7 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે.
રણવીર સિંહે 2024માં 45 થી વધુ બ્રાન્ડ્સને સમર્થન આપ્યું હતું. તેમણે અનેક સ્ટાર્ટઅપ્સ અને નવી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે, જેનાથી તેમની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થયો છે. તેમણે જે બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે તેમાં ઝોમેટો, ચિંગ્સ અને બોલ્ડ કેરનો સમાવેશ થાય છે. જો કે રિપોર્ટમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે 2024માં રણવીર સિંહ અને અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યુમાં થોડો ઘટાડો થયો છે, જ્યારે શાહખ ખાન અને આલિયા ભટ્ટની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો થયો છે.
બ્રાન્ડ નિષ્ણાતો માને છે કે કોઈપણ સેલિબ્રિટીનું વાસ્તવિક મૂલ્ય તેમનાં સમર્થન અને રોકાણોના સંયોજન દ્વારા નક્કી કરવામાં આવે છે. ફક્ત બ્રાન્ડ એમ્બેસેડર બનવા અને વાસ્તવિક બ્રાન્ડ બનાવવા વચ્ચે મોટો તફાવત છે.
- Advertisement -