જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે રામ મંદિર પાસે રહેતો અને ડ્રાઇવિંગ કરતો સદામ કાસમ શેખ ગામના રામ મંદિર ચોક વિસ્તારમં પાણીના ટાંકા કવાર્ટરમાં ઇંગ્લીશ દારૂ વેચાણ કરવા દારૂ સંતાડી રાખેલ છે અને હાલમાં તે જગ્યા ઉપર હેરાફેરી કરે છે એવી ચોકકસ હકીકત મળતા તાલકા પોલીસ સ્ટેશનના સ્ટાફે પંચો સાથે ધસી જઇને દિવાલ કુદીને રેઇડ પાડી હતી.
આ કાર્યવાહી દરમિયાન સદ્દામ શેખને પોલીસે રૂા.19,200ની કિંમત ઇંગ્લિશ દારૂની બોટલ અને રૂા.5 હજારના મોબાઇલ સાથે પકડી લઇ કુલ રૂા.24,200નો મુદ્દામાલ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. પુછપરછમાં તલીયાધર ગામે રહેતો મિત્ર પરબત હુણ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા આ શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવા મળ્યુ છે.