તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટના કાલાવડ રોડ ઉપર રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના કણકોટ ગામ પચાસ વારીયા ઇન્દિરાનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં જગદીશભાઇ બીજલભાઇ બથવાર ઉ.42એ સફેદ રંગની જીજે03એનકે-2095 નંબરની કારના ચાલક વિરૂધ્ધ માતા વિજયાબેનને ઠોકરે લઈ મોત નિપજવવા અંગે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું છુટક મજૂરી કરુ છું મારા પિતા હયાત નથી મારા માતા વિજ્યાબેન બથવાર મારાથી અલગ મારા નાના ભાઇ દિનેશ સાથે રહે છે માતા અને ભાઇ દિનેશ બંને ભંગાર વીણવાનું કામ કરે છે. નાના ભાઇની માનસિક સ્થિીત સારી ન હોય જેથી તે માતા સાથે દરરોજ ભંગાર વીણવા જાય છે ગુરૂવારે રાત્રે હું ઘરે હતો ત્યારે માસીના દિકરા જીતુભાઇનો ફોન આવેલ અને મને કહેલ કે તમારા માતાને ધોળાધાર રાધે હોટેલ પાસે અકસ્માત થયો છે,
તમે જલ્દી આવી જાવ. આથી હું તુરત ત્યાં પહોંચ્યો હતો જ્યાં જીતુભાઇ હાજર હોઇ મને કહેલું કે કોઇ કારચાલકે અકસમાત કર્યો છે અને તારા માતાએ ફોરવ્હીલની સાથે ઢસડાતા ગયા છે પાછળ તારો નાનો ભાઇ દિનેશ પણ દોડતો ગયો છે આથી હું તપાસ કરતો કરતો છેક કણકોટના પાટીયા સુધી પહોંચ્યો હતો ત્યાં માણસોનું ટોળુ ઉભુ હોઇ જઈને જોતાં મારા માતા વિજ્યાબેનની લાશ જોવા મળી હતી નાનો ભાઇ દિનેશ પણ ત્યાં હાજર હતો દિનેશને પુછતાં તેણે કહેલુ કે હું અને મમ્મી બંને ભંગાર વીણીને ઘરે પાછા જતાં હતાં ત્યારે હું પાણી પીવા ઉભો હતો અને માતા આગળ ચાલતાં થયા હતાં ત્યારે એક સફેદ રંગની કાર આવી હતી તેણે મમ્મીને ઠોકરે લેતા મમ્મી કારની નીચે આવી ગયા હતાં અને તેની સાથે જ ઢસડાવા માંડયા હતાં. હું દોડીને પાછળ ગયો હતો પરંતુ કાર ક્યાંય ઉભી રહી નહોતી કણકોટ પાટીયા પાસે પહોંચતા માણસો ભેગા થયા હોઇ અને પોલીસ તથા 108 આવી ગઇ હોઇ અહિ મેં મમ્મીની નીચે પડેલા જોયા હતાં અને 108ના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતાં આઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ એલ. ડી. ડીંડોર સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.