જેમ શબ્દો કે અર્થોની કાવ્યાત્મક વ્યાખ્યા થતી હોય છે તેમ શબ્દો, વ્યક્તિઓ, આચા2ો, વિશિષ્ઠતા કે વિશેષણોની વ્યંગાત્મક 2જૂઆતો પણ થતી હોય છે કે જે વાંચ્યા પછી મ2ક-મ2ક હાસ્ય ફૂટે અને પછી તેની ધા2 પણ મહેસુસ થાય
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
પત્નિ એટલે ? એવો શિક્ષ્ાક કે જે લાંબાગાળે પતિને એ વાતનો અહેસાસ ક2ાવી દે છે કે તેના અસ્તિત્વમાંનું કશું ય પ્રોપ2 અથવા તો યોગ્ય નથી. પતિ એટલે ? એવો આંધળો પુ2ુષ કે જેને કુટુંબમાં તમામ લોકો છેત2તા કે અન્યાય ક2તાં હતા પણ તેનું ભાન માત્ર પત્નિએ જ ક2ાવ્યું હોય છે… આ 2મૂજ નથી. દ2અસલ, આ વ્યંગવાણી છે. કાઠિયાવાડીમાં કહેવું હોય તો દાઢમાંથી કહેવાયેલા શબ્દો. ગાળો માટે વ્યંગવાણી ક2તાં ચંદ્રકાન્ત બક્ષ્ાીએ લખેલું કે અપશબ્દો એ પુ2ુષોનું માસિક (ધર્મ) છે… જેમ શબ્દો કે અર્થોની કાવ્યાત્મક વ્યાખ્યા થતી હોય છે તેમ શબ્દો, વ્યક્તિઓ, આચા2ો, વિશિષ્ઠતા કે વિશેષણોની વ્યંગાત્મક 2જૂઆતો પણ થતી હોય છે કે જે વાંચ્યા પછી મ2ક-મ2ક હાસ્ય ફૂટે અને પછી તેની ધા2 પણ મહેસુસ થાય. 1916માં એમ્બ્રોઝ બીર્સે આવી વિપ2ીત-વેધક-વ્યંગવાણીનું એક સંપાદન ક2ેલું ત્યા2થી એ ધ ડેવિલ્સ ડિક્સન2ી ત2ીકે પણ ઓળખાય છે. અવળવાણી જેવા આ પ્રકા2માં આમ તો બૌધ્ધિક ચમકા2ો હોય છે. શેક્સપિય2ે જીવનને એક અનિશ્ર્ચિત પ્રવાસ ગણાવ્યો છે. કાલ્ડે2ોને એ જ જીવન વિષે લખ્યું કે : જન્મ લેવાના ગુના માટે ભોગવવી પડતી સજા.
આ અવળવાણીને લગતાં અંગે્રજીમાં નેચ2લી અનેક પુસ્તકો હોવાથી તેને ધ લેફટ હેન્ડેડ ડિક્સન2ી અને ધ સિનિક્સ વર્ડબુક (આ નામના પુસ્તકો પણ પ્રસિધ્ધ થયા છે) ત2ીકે પણ ઓળખવામાં આવે છે. આપણી ગ2વી ગુજ2ાતી ભાષામાં આવી વ્યંગ વાણીનું સંપાદન આપવાનું કામ પી. પ્રકાશ વેગડે ર્ક્યું છે અને તેના સંપાદનનું નામ પણ ચોટડુંક છે : શૈતાનનો શબ્દકોશ. પ્રકાશભાઈના લખવા પ્રમાણે, વ્યંગ વ્યાખ્યાઓનો આ પ્રકા2 પ્રાચીન ગ્રીક, 2ોમન સાહિત્યથી લઈને અર્વાચીન ફ્રેન્ચ, જર્મન અને અંગે્રજી સાહિત્યમાં ઘણી લોકપ્રિયતા પામ્યો છે. ગુજ2ાતીમાં આવી વ્યંગવાણી કે વ્યાખ્યા ગગનવિહા2ી મહેતા ઉપ2ાંત વિનોદ ભટ્ટ, ચંકાંત બક્ષ્ાી, અક્ષ્ાય અંતાણી, ઉર્વિશ કોઠા2ીના લખાણોમાં આ લખના2ે વાંચી છે. છુટૃીછવાઈ વ્યંગવાણી કે વ્યાખ્યા તો અનેક ગુજ2ાતી લેખકો-કવિઓના સર્જનમાં ચમકા2ો ક2તી 2હી છે. દાખલા ત2ીકે લાગણી પ2 કવિ સુ2ેશ દલાલની આ પંક્તિ વાંચો : લાગણી તો મૈથુનના ચ્યુઈંગ ગમમાં છે, 2તિ અને કામદેવ મ્યુઝિયમમાં છે
- Advertisement -
ગગન વિહા2ી મહેતા નિષ્ણાત ની વ્યંગ વ્યાખ્યા આપે છે કે, બીજાના અજ્ઞાનનો લાભ લઈ શક્વાની શક્તિ ધ2ાવના2 વ્યક્તિ એટલે નિષ્ણાત. અજ્ઞેયજીએ ક્રાન્તિકા2ી વિષે વ્યંગવાણી ઉચ્ચા2ી છે કે (આ ક્રાન્તિકા2ીઓ એટલે) પોતપોતાના કુવામાં ઉછળતા દેડકાં. પ્રસિધ્ધ પંજાબી લેખિકા અમૃતા પ્રિતમ આત્મકથાને આત્મશ્ર્લાધાનુંકલાત્મક માધ્યમ ગણાવી ચૂક્યા છે. શૈતાનના શબ્દકોશમાં વિશ્ર્વપ્રસિધ્ધ લેખકો – કવિ – વ્યંગકા2ો ઉપ2ાંત ચંદ મૌલિક વ્યંગ વ્યાખ્યાઓ પણ સંપાદનકા2ે ક2ી છે, તેમાંની કેટલીક જોઈએ તો, ઈશ્ર્વ2 એટલે એક ઉત્તમ પેઈનકિલ2. કદમપોસી (ચાપલૂસી) એટલે સફળતા મેળવવાનો શોર્ટકટ. કદાચ એટલે ત્રણ અક્ષ્ા2ોમાં ના.
કમલચં બેદિલ ની એક કવિતા જ સ્વયંકવિતાની વ્યંગ વ્યાખ્યા જેવી છે : તમે જેને કવિતા કહો છો, એ ખ2ેખ2 તો કવિને થયેલો સ્વપ્ન દોષ છે
સર્જકો અને વિચા2કોએ તો પોતાના વિવિધ સર્જનોમાં કે વિચા2ોમાં જાણતાં-અજાણતાં વ્યંગ વ્યાખ્યા યા તો વ્યંગ વાણી ઉચ્ચા2ીને એક ધા2દા2 બૌદ્ઘિક તેમજ જુદા છેડાનું સત્ય બયાન ર્ક્યું છે પણ આપણી કહેવતોમાં પણ એ અત્યંત વેધક 2ીતે વ્યક્ત થયું છે : દુખે પેટ અને કૂટે માથુંથી લઈને ઝાની સૂયાણીએ વેત2 (સુવાવડ) વંઠે (બગડે) જેવી કહેવતો કે મહાવ2ાઓમાં ઠાંસોઠાંસ વ્યંગ છે તો એક 2શિયન કહેવત પ2 ગૌ2 ફ2માઈએ : લગ્ન એ પ્રેમનું સ્મા2ક છે… ફ્રેન્ચ કહેવત મુજબ, લગ્ન એ પ્રેમનો સૂર્યાસ્ત છે… અંગે્રજી કહેવત છે કે, વકીલ એ વ્યક્તિ છે કે જેની સલાહનું કોઈ મૂલ્ય નથી, જયાં સુધી એની કિંમત ચૂક્વાવમાં ન આવે… હોલેન્ડમાં કહેવત છે કે ક2ક્સ2 એટલે સધ્ધ2 બેન્કમાં મૂકેલી થાપણ. શૈતાનના શબ્દકોષમાં ક2ક્સ2ની બીજી વ્યંગ વ્યાખ્યા પણ છે : ગયા મહિનાનો પતિ આ મહિને પણ ચલાવી લેવાનો હોલીવુડની અભિનેત્રીનો નિશ્ર્ચય.
- Advertisement -
આપણી ગ2વી ગુજ2ાતી ભાષામાં કહેવાય છે કે પા2કી મા જ કાન વિંધે. વ્યંગ વ્યાખ્યા ખ2ેખ2 તો પા2કી મા જેવી છે. એમાં છલકાતું સત્ય એસિડીક અને ભ્રમ નિ2સન ક2ના2ું હોય છે. એ ગોળચટૃી નહીં, પણ ગોંડલીયા મ2ચાં ભભ2ાવેલી વાનગી જેવી હોય છે. તેમાં મુલાયમપણું નહીં, પણ મક્કમતા હોય છે. કોમળતા નહીં, કઠો2તા બયાન ક2તી આ ડેવિલ્સ ડિ2ેકટ2ી કે ડાબા હાથની અડબોથ જેવું કાળઝાળ વાસ્તવ બ્યાન ક2તી વ્યંગ વ્યાખ્યા કેટલી િ2આલિસ્ટીક હોય છે, તેની પ્રેમ જેવી પ2મ લાગણી પ2ની કોમેન્ટ સાથે સમાપન ક2ીએ. (કૌંસમાં વ્યંગ વ્યાખ્યાના જે તે લેખકના નામ લખ્યાં છે) પ્રેમ એટલે….. ઈન્યિોની કવિતા (બાલ્ઝાક) અસ્તિત્વની મદિ2ા (હેન2ી વાર્ડ બીચ2) અંધાપાનો સથવા2ો (અ2બી કહેવત) બુદ્ઘિ પ2 કલ્પનાનો વિજય (મેન્કેન) એક પ્રકા2ની યુધ્ધ કલા (2ોમન કવિ ઓપિડ) એક વાતોડીયો મનોવિકા2 (થોમસ વિલ્સન) મૂર્ખાઓનું શાણપણ અને શાણાઓની મૂર્ખામી (ડૉ. સેમ્યુઅલ જોન્સન) એક હંગામી ગાંડપણ, જે લગ્ન ા2ા દૂ2 થાય છે (એમ્બ્રોઝ બીર્સ) પ2સ્પ2ની ગે2સમજ (ઓસ્કા2 વાઈલ્ડ) અને…
પ્રેમ એટલે નફ2તની સાળી.