જૂનાગઢ ખાતે ગિરનાર પરિક્રમા દરમિયાન નળ પાણીની ઘોડી પાસેથી એક અજાણ્યા વૃઘ્ધનો મૃતદેહ મળી આવતા યાત્રિકોમાં ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઇ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભેસાણ ખાતે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં વૃઘ્ધનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટથી થયુ હોવાનું માલુમ પડ્યુ હતુ. મૃતદેહને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા આગળની તપાસ હાથ ધરી છે.
ગિરનાર પરિક્રમા નળપાણીની ઘોડી પાસેથી અજાણ્યા વૃઘ્ધનો મૃતદેહ મળી આવ્યો

TAGGED:
death, junagadh, liliparikrama, OLDMAN
Follow US
Find US on Social Medias