ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કામના આરોપી કોઈ પણ જાતના મેડિકલ ડીગ્રી કે સર્ટિફીકેટ વગર ડોકટર તરીકેનું નામ ધારણ કરી છેતરપિંડી અને લોકોને તપાસી દવા તથા ઈન્જેકશન આપી બીમાર લોકોને બેદરકારીભર્યું કૃત્ય કરી આરોપી ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનો વિગેરેનો મુદ્દામાલ મળી આરોપી ઉપર આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 419 તથ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30થી ફરિયાદ નોંધાવેલી હતી, જે કામે આ કામના આરોપી સંજયભાઈ રસીકભાઈ સોમપુરાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અને નામદાર અદાલતમાં આરોપી વિરુદ્ધ પુરાવાઓ લઈ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી કોઈપણ જાતના મેડિકલ ડીગ્રી કે સર્ટિફીકેટ વગર ડોકટર તરીકેનું નામ ધારણ કરીને છેતરપિંડી અને લોકોને તપાસી દવા તથા ઈન્જેકશન આપી બીમાર લોકોને બેદરકારી ભર્યુઁ કૃત્ય કરી
- Advertisement -
આરોપી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાથેનો વિગેરેનો મુદ્દામાલ મળી આરોપી ઉપર આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 419 તથા મેડિકલ પ્રેક્ટિશનર એકટ કલમ 30 મુજબ ગુન્હો દાખલ કરેલ, આજીડેમ પોલીસ રાજકોટ દ્વારા આ કામના આરોપી સંજયભાઈ રસીકભાઈ સોમપુરા ઉપર નામદાર અદાલતમાં ચાર્જશીટ થતાં નામદાર અદાલતમાં કેસ ચાલુ થતાં આ કામના આરોપી વતી રોકાયેલા વકીલ રણજીત બી. મકવાણા દ્વારા કરવામાં આવેલી ફરિયાદી અને સાહેદો તથા પંચોની ઉલટ તપાસમાં ઘણો જ વિરોધાભાસ જોવા મળેલો હોય અને ધારદાર દલીલ સમયમાં તમામ સત્ય હકીકત રેકર્ડ લાવેલા અને આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ વડી અદાલતો નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ધ્યાને લઈ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ નામદાર અદાલતે ફરમાવેલો હતો. આ કેસમાં રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા તથા વિશાલ રોજાસરા રોકાયેલા હતા.



