દેશનું સૌથી ભારે રોકેટ GSLV-Mk3 લૉન્ચ માટે તૈયાર છે. તે 22 ઓક્ટોબરે બ્રિટનના સ્ટાર્ટઅપ વનવેબના 36 બ્રોડબેન્ડ ઉપગ્રહોને લઈને શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) માટે આ પ્રથમ સંપૂર્ણ કોમર્શિયલ ઉડાન હશે.
નવું રોકેટ જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ-Mk3 (GSLV-Mk3) ચાર ટન સુધીના ઉપગ્રહોને જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માટે લૉન્ચ કરવામાં સક્ષમ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 21 ઓક્ટોબરની મધ્યરાત્રિ પછી તરત જ લૉન્ચિંગ નક્કી કરવામાં આવ્યું છે. તે ઘન, પ્રવાહી અને ક્રાયોજેનિક એન્જિન દ્વારા સંચાલિત ત્રણ તબક્કાનું રોકેટ છે. દેશની ભારતી એન્ટરપ્રાઇઝિસ વનવેબમાં મુખ્ય રોકાણકાર અને શેરહોલ્ડર છે.
- Advertisement -
વ્યવસાયિક લૉન્ચ માર્કેટમાં પ્રવેશ
OneWeb India-1 મિશન/LVM3 M2 હેઠળ લૉન્ચ થનાર આ સેટેલાઈટ ઈસરોની LVM3ને વૈશ્વિક વ્યવસાયિક લૉન્ચ માર્કેટ (Global commercial broadcasting market)માં પ્રવેશ અપાવશે. આ લૉન્ચિંગ માટે વનવેબ (OneWeb)એ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે ભાગીદારી કરી છે. NSIL એ ISROની વ્યાપારી શાખા છે. આ કંપનીનું 14મું લૉન્ચિંગ હશે.
હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવામાં કરશે મદદ
આ વર્ષની શરૂઆતમાં વનવેબના મુખ્ય રોકાણકાર અને શેરહોલ્ડર કંપની ભારતી એન્ટરપ્રાઇઝે હ્યુજીસ કોમ્યુનિકેશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સાથે વિતરણ ભાગીદારી (distribution partnership)ની જાહેરાત કરી હતી. OneWebએ કહ્યું હતું કે, લો અર્થ ઓર્બિટ (LEO)માં પ્રથમ પેઢીના સેટેલાઇટના જૂથનો તેના 70 ટકા લક્ષ્ય પૂરો થઈ જશે. તે વિશ્વભરમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં મદદરૂપ છે.