બિમારી પર કબજો: વૈજ્ઞાનિકોને મળી સફળતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
ભારતમાંથી ટુંક સમયમાં મેલેરિયા નાબૂદ થશે. ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે.આ રસી એક દાયકાથી વધુ સમય સુધી મેલેરિયા સામે રક્ષણ પુરું પાડશે.ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ રસીના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓ સાથે કરાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
- Advertisement -
ઈંઈખછ અનુસાર નવી મેલેરિયા રસીનું નામ હાલમાં ફમરફહભશદફડ્ઢ છે, જે મેલેરિયા પરોપજીવી પ્લાસ્મોડિયમ ફાલ્સીપેરમ સામે સંપૂર્ણપણે અસરકારક છે તે ઈંઈખછ અને ભુવનેશ્વર સ્થિત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર (ICMR)ના સંસોધકો દ્વારા સંયુકત રીતે વિકસાવવામાં આવ્યું છે. ICMRના વૈજ્ઞાનિક ડો.સુશીલ સિંહે જણાવ્યું હતું કે નવી રસી માનવ ચેપને અટકાવી શકે છે. Adfalcivax PFS 230 અને PFS48/45 પ્રોટીનનું મિશ્રણ છે તે મજબૂત એન્ટિબોડીઝ બનાવે છે જે ચેપને અટકાવે છે આ રસી મેલેરિયા સામેની લડાઈને વધુ મજબુત બનાવી શકે તેવી અપેક્ષા છે. ફાર્માસ્યુટિકલ સ્થિરતા ખૂબ જ વિશિષ્ટ છે આ ફોર્મ્યુલા ઓરડાના તાપમાને નવ મહિનાથી વધુ સમય સુધી અસરકારક રહે છે, જેનાથી મોંઘા કોલ્ડ ચેઈન લોજિસ્ટિકસની જરૂરિયાત દુર થાય છે. હાલમાં, દેશમાં બે મેલેરિયા રસીઓ ઉપલબ્ધ છે તેમની કિંમત 800 રૂપિયા છે. જો કે તેમની અસરકારફતા ફકત 33 થી 67 ટકાની વચ્ચે છે. ઓકસકર્ડ યુનિવર્સિટી અને વિશ્ર્વ આરોગ્ય સંગઠન દ્વારા માન્ય છઝજ અને છ21/ખફિશિંડ્ઢ-ખ રસીઓ વિશ્ર્વના કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે. બીજી તરફ ભારતની રસી, લોહીમાં પહોંચતા જ ટુંક સમયમાં ટ્રાન્સમિશન બ્લોકિંગમાં અસરકારક પરિણામો બતાવવાનું શરૂ કરે છે એટલે કે ચેપના ફેલાવો રોકવામાં અને સાથે સાથે….તે આર્થિક પણ છે.
ભારત અને વિશ્ર્વમાં મેલેરિયાની સ્થિતિ
વિશ્વભરમાં 26.3 કરોડ કેસ મળી આવ્યા 5.97 લાખ લોકો મૃત્યુ પામ્યા
ભારતમાં 20 લાખ કેસ નોંધાયા
(વિશ્વ આરોગ્ય સંગઠનના વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2023 મુજબ) એટલા માટે આપણી રસી સારી છે.