ખાસ-ખબર સંવાદદાતા
શ્રીમતી આર.પી.ભાલોડીયા મહિલા કોલેજ ઉપલેટામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના ભાગરૂપે વૈદિક ગણિત અને ગણિતની શોર્ટ ટ્રીક ને અનુસંધાને જૂનાગઢની કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષક બલદેવપરી દ્વારા વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું.
સ્પર્ધાત્મક પરીક્ષાના અનુસંધાને ઉપલેટા કોલેજ મહિલા કોલેજમાં પ્રો.પરબતભાઈ ચાવડા અને પ્રિન્સિપાલ ડો એમ.જી.કાલાવડિય તેમજ પ્રો. જશુપરી સાહેબના માર્ગદર્શન હેઠળ બહોળી સંખ્યામાં કોલેજ સમય બાદ બાળકોએ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુસંધાને જે પડતી મુશ્કેલીઓ છે ના નીવારણ ના ભાગરૂપે બે વખત રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત માધ્યમિક શાળાના ગણિત શિક્ષક બલદેવપરીનું બે કલાકનું વ્યાખ્યાન યોજાયું હતું.
મોટીવેશનલ સ્પીચ સાથે સતત બે કલાક વિધાર્થીઓને માર્ગદર્શન આપી અભિભૂત કર્યા હતા. ખાસ કરીને વિધાર્થીઓને આ વ્યાખ્યાન માટે કોલેજ સમય બાદ બપોરના બે વાગ્યાથી પોતાનું ટિફિન લઈને કોલેજમાં બહોળી સંખ્યામાં હાજરી આપી હતી પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર સાહેબોએ પણ વ્યાખ્યાનને એટેન્ડ કરેલું હતું.
આ બે કલાકના વ્યાખ્યાનમાં ગણિત શિક્ષક શ્રી એ ગણિતની શોર્ટ ટ્રીક્સ અને પરીક્ષાઓમાં પુછાતી ગણિતની જે પઝલ છે અને ઝડપથી કેમ ઉકેલી શકાય એને અનુસંધાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિધાર્થીઓને પ્રેક્ટિસ પણ પૂરી પાડી હતી.
કોલેજીયનોએ કોલેજ સમય બાદ ટિફિન લઈને વ્યાખ્યાન માણ્યું
