ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા. 13મી મે ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે ત્યારે તેમના કરકમલો વડે અનેકવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીરૂપે રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આજરોજ પારેવાડા, રામપર અને બેટી ગામની રૂબરૂ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનો આપ્યા હતા. વિચરતી વિમુક્ત જાતિના લોકોને અંદાજિત 65 જેટલા મકાનો ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના સહયોગથી બનાવવામાં આવ્યા છે, જેની સોંપણી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.