સોરઠ પંથકમાં શીયાળાની ઋતુમાં સૌથી ઠંડો દિવસ: હજુ ઠંડી વધશે
65 કી.મી.ની ઝડપે પવન ફુંકાતા બે દિવસથી રોપ-વે બંધ
- Advertisement -
શહેરમાં 12 ડિગ્રી રહેતા લોકો ઠંડીથી ઠુંઠવાયા: ગરમ વસ્ત્રોની બજારોમાં ગ્રાહકોની ભીડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. કાશ્મીરમાં હિમવર્ષા સાથે ઉત્તરીય બર્ફીલા પવન પવન ફુંકાતા કડકડતી ઠંડી પડતા લોકોએ ભારે ઠંડીનો એહસાસ કર્યો હતો.શીયાળાની શરૂઆતમાં સોરઠ પંથકમાં ગત રોજ અને આજે સૌથી વધુ ઠંડી જોવા મળી હતી.જેમાં જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ સાથે ગિરનાર પર્વત 7 ડિગ્રી સે.નોંધાયું હતું જે રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત જોવા મળી હતી.ઠંડીનો પારો નીચે ઉતરતા લોકો ભારે ઠંડીથી ઠુંઠવાયા હતા અને ગરમ વસ્ત્રોના સહારા સાથે લોકોએ તાપણાનો સહારો લેવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં 12 ડિગ્રી સેલ્સિયસ સાથે ગિરનાર પર્વત 7 ડિગ્રી પારો જોવા મળ્યો હતો સામાન્ય રીતે શહેર કરતા ગિરનાર પર્વત પર 4 થી 5 ડિગ્રી તાપમાન ફરક જોવા મળે છે.જયારે 15 થી 20 કિલો મીટરની ઝડપે પવન ફુંકાતા શીત લહેર જોવા મળી હતી બીજી તરફ ગિરનાર પહાડો પર 65 કિલો મીટરની ઝડપે પવન ફુંકાતા ગત રોજ અને આજે પણ ગિરનાર રોપ-વે બંધ રાખવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો છે.આમ ભારે ઠંડા પવનના કારણે બે દિવસથી રોપ-વે બંધ રાખવામાં આવ્યો છે.જયારે આ ઠંડીમાં ગિરનાર પર્વત પર આવતા યાત્રિકોએ સીડીના સહારે પર્વત પરના ધર્મ સ્થાનોના દર્શન કરવાની ફરજ પડી હતી.જયારે અશક્ત લોકોએ રોપ-વે બંધ થતા પરત ફરવું પડ્યું હતું.
શિયાળાની સીઝનમાં પ્રથમ વખત ગિરનાર પર્વત પર 7 ડિગ્રી સેલ્સિયસ પારો ગગડતા ગિરનાર ઠંડોગાર થયો હતો અને શહેરમાં 12 ડિગ્રી પારો જોવા મળતા લોકોએ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો અને શહેરમાં આવેલ ગરમ વસ્ત્રોની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.આમ ઠંડીથી બચવા લોકેએ ગરમ વસ્ત્રો અને તાપણાંનો સહારો લેવાનો વારો આવ્યો હતો.જયારે મોડી રાત્રે અને વેહલી સવારે બજારો સુમસામ જોવા મળી હતી.ત્યારે જે રીતે બર્ફીલા પહાડોના પવન ફુંકાતા હજુ આગામી દિવસોમાં વધુ ઠંડી પાડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.અને દિવસે દિવસે ઠંડીનું જોર વધશે તેમ જાણવા મળ્યું છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં સોમવારે સવારે ઠંડી વધવાની સાથે બપોરે મહત્તમ તાપમાન 2.1 ડિગ્રી ઘટીને 27.5 ડિગ્રી થઇ જતા દિવસ દરમિયાન પણ લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15 ટકા રહ્યુ હતુ. આખો દિવસ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતા ઠંડીનું જોર વઘ્યુ હતુ.
હજુ આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નીચે રહેવાની હવામાન વિભાગએ શકયતા દર્શાવી હોય લોકોએ તીવ્ર ઠંડીમાં સામનો કરવાની તૈયારી રાખવી પડશે તેમ જણાવ્યુ હતુ. જયારે હજુ ઠંડી વધશે ત્યારે લોકોએ પણ ગરમ કપડા તેમજ ખોરાકની કાળજી સાથે આરોગ્ય ક્ષેત્રમાં વધુ કાળજી લોકોએ રાખવી પડશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. જેમ જેમ ઠંડીનું જોર વધશે ત્યારે બાળકો અને સગર્ભા મહિલા સાથે વયોવૃદ્ધ લોકોએ પણ ઠંડીથી ખૂબ કાળજી રાખવી પડશે.