ગાંધીનગરમાં 14.8, અમરેલી – પોરબંદરમાં 16 ડિગ્રી : રાજકોટમાં સિઝનમાં પ્રથમવાર 18.6 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.16
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે ઠંડીનો ચમકારો તિવ્ર બન્યો હતો અને અનેક સ્થળોએ સવારે 1 થી 2 ડિગ્રી તાપમાન નીચુ ઉતર્યુ હતું. ખાસ કરીને આજરોજ ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તથા અમરેલી ખાતે 16.4 અને પોરબંદરમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી. આ ઉપરાંત આજે ચાલુ શિયાળુ સિઝનમાં પ પ્રથમવાર રાજકોટ ખાતે 18.6 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો તિવ્ર ચમકારો અનુભવાયો હતો.
- Advertisement -
તેમજ આજરોજ અમદાવાદમાં 19.5, વડોદરામાં 17.6, ભાવનગરમાં 19.8 તથા ભુજ ખાતે 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તથા દમણમાં 23, ડિસામાં 18.5, દિવમાં 17.3, દ્વારકામાં 22.6, ગાંધીનગરમાં 14.8, કંડલામાં 22.2, નલિયામાં 17.2, ઓખામાં 23.2, સુરતમાં 21.7 તથા વેરાવળમાં 21.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ અમરેલી-પોરબંદર ખાતે તેમજ ગુજરાતમાં સૌથી વધુ ગાંધીનગર ખાતે ઠંડી નોંધાઇ હતી. દરમ્યાન હવામાન વિભાગે હવે આવતા સપ્તાહથી ક્રમશ: સવારનું તાપમાન ઘટવા સાથે ઠંડી વધવાનાં નિર્દેશો આપ્યા છે.