ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આજે સવારથી જ રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું હતું. જેમાં વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતા લોકો સ્વેટર પહેરીને બહાર નીકળ્યા હતા.
શિયાળી શરૂઆત થઇ ચુકી હોય તેમ લાગી રહ્યું છે. આજ સવારથી ઠંડીનું જોર રાજ્યભરમાં વધ્યું હતું. જેમાં રાજ્યમાં લઘુતામ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે.
- Advertisement -
નલિયામાં 12.2 ડિગ્રી
મળતી માહિતી મુજબ નલિયામાં 12.2 ડિગ્રી તાપનામ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લધુતમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે.
અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો ડીસામાં 14.4 ડિગ્રી લઘુતમ તાપમાન, રાજકોટમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે સુરતમાં 18.4 ડિગ્રી ,વડોદરા 14.6 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે.
- Advertisement -