તારીખ થઈ ગઈ હોવા છતાં પગાર થયા નથી
બાંધકામ સિવાય દરેક મોરચે વિક્રમ પૂજારા સદંતર નિષ્ફળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અને નિવૃત્ત થયેલા પેન્શનરોમા આજે 11 તારીખ થઈ ગઈ હોવા છતાં પગાર-પેન્શન ચૂકવવામા આવેલા નથી અને ચોમેર રોષ ભભૂકી ઉઠયો છે. ચેરમેન વિક્રમ પૂજારાના ઈશારે નાચતા શાસનાધિકારી રમેશ જેઠવા આવી સંવેદનશીલ બાબતમાં રસ લેવાની જગ્યાએ પ્રાઈવેટ સંસ્થાઓના બિલ, વાઉચર કેમ ઝડપથી ચૂકવણી કરવામાં આવે અને પોતાના અંગત કમિશન જલ્દી મળી રહે તેમાં જ બન્ને રચ્યા પચ્યા રહે છે. આવાં પાયાના પ્રશ્ર્નો ઉકેલવા પૂજારા કે જેઠવા એ કોઈ તસ્દી લેતાં નથી.
નિવૃત્ત કર્મચારીઓ હોય કે ફરજ બજાવતા શિક્ષકો મહિનાના અંતમાં સૌ કોઈ પોતાનું વેતન મેળવવા હક્કદાર હોય છે અને આજના મોંઘવારીના જમાનામાં અનેક પ્રકારની લોન ચાલુ હોય જેના હપ્તા રેગ્યુલર 1 થી 10 તારીખમાં બેંકમાથી ચુકવાતા હોય છે. આવી ગંભીર બાબતો પૂજારા અને જેઠવા ધ્યાનમાં લેતાં જ નથી. બસ પોતાનો આર્થિક વિકાસ કેવી રીતે આગળ વધારવો તે તેમનું મુખ્ય લક્ષ્ય છે. આમ બાંધકામ સિવાયના દરેક મોરચે શિક્ષણ કાર્ય માટે ચેરમેન વિક્રમ પૂજારા નિષ્ફળ જ સાબિત થયા છે.



