રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન: સિઝન પાસના ફોર્મ વિતરણ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રી પર્વમાં અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવનું 2025નું આયોજન કાલાવડ રોડ શાશ્વત પાર્ટી લોન તાલુકા પોલીસ સ્ટેશન પાસે મોટા મવા કાલાવડ રોડ ખખાતે કરવામાં આવ્યું છે. જેમાં સિનિયર,જુનિયર અને બાળકો ખેલૈયા પ્રિન્સ – પ્રિન્સેસ ને લાખેણા ઈનામો આપવામાં આવશે.
સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મેડ મ્યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે યોજાનાર આ રાસોત્સવના સિઝન પાસનું બુકીંગ શરૂ થઇ ગયું છે. આ અંતર્ગત કાર્યાલય ઉદઘાટન રવિવારે સદગુરુ વંદના ધામ, 5 આફ્રિકા કોલોની, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે પરેશભાઇ વિઠ્ઠલાણી, હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, કૌશિકભાઇ માનસતા, અશ્વિનભાઇ જોબનપુત્રા, જતીન પાબારી, કપીલભાઇ નથવાણી, ધવલભાઇ પાબારી, કલ્પેશ તન્ના, અમીત અઢીયા, રસેસ કારીઆ, વિપુલ કારીઆ, હેમાંગ તન્ના, વિમલ વડેરા, માનવ કારીઆ, મોહીત નથવાણી, આનંદ જોબનપુત્રા, હિમાંશુ કારીયા, કેજસ વિઠ્ઠલાણી, કાનાભાઇ સોનછત્રા, ધ્રુવ રાજા, પ્રેમ જોબનપુત્રા, કિશન વિઠ્ઠલાણી, શ્યામલ વિઠ્ઠલાણી, રાજ વિઠ્ઠલાણી, મેહુલ નથવાણી, મહેન્દ્ર જીવરાણી, જતીન દક્ષીણી, મયુર અનડકટ, જીલ ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે.



