ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળને સ્વચ્છ અને સુદૃઢ બનાવવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ત્રિમાસિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.ત્યારે ખાસ કરીને રખડતા પશુઓને પકડવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી હોઇ જે અંગે વિગતો આપતા જિલ્લા કલેક્ટર ડી. ડી.જાડેજાએ જણાવ્યું હતું કે 300 થી વધુ પશુઓને પકડી પાંજરાપોળ ખાતે સારસંભાળ માટે મોકલી આપવામાં આવ્યા હોય જેથી પાંજરાપોળમાં પણ 900 થી વધુ પશુઓ થતા હાઉસફુલ થયા છે ત્યારે આગામી દિવસોમાં અન્ય જગ્યાઓ પર પશુઓની વ્યવસ્થા કરવામાં આવશે.ત્યારબાદ નેશનલ હાઇવે અને અન્ય તાલુકાઓમાં પણ કામગીરી હાથ ધરાશે.
વેરાવળમાં ચાલતી પશુઓને પકડવાની કામગીરીને પગલે પાંજરાપોળ હાઉસફુલ થયા
Follow US
Find US on Social Medias