વેપારીએ પડોશી માતા-પુત્રી સહિત 3 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
પાડોશીની વાતમાં વિશ્ર્વાસ કરી અગાઉ પણ રૂા.3 લાખ આપ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ટાગોર રોડ પર પ્લાયવુડ અને સનમાઈકાની દુકાન ધરાવતા સાધુવાસવાણી રોડ ઉપર વસંત વિહારમાં રહેતા બ્રિજેશ અમૃતભાઈ અદોદરીયા સાથે તેના પાડોશમાં રહેતા જમીન-મકાન તેમજ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતા મુનેશ મગનલાલ હિરપરા, મંજુલાબેન મગનલાલ અને જાનકી મયુર હિરપરાએ ધંધામાં રોકાણ કરવાના બહાને રૂ.1.09 કરોડની છેતરપીંડી કરતા યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. મુનેશ મગનલાલ હિરપરા, મંજુલાબેન મગનલાલ અને જાનકી મયુર હિરપરા સહિતનાઓએ ધંધા માટે લીધેલી રૂા.1.09 કરોડની રકમના બદલે નોટરી કરાર કરી આપેલા જે જણાવેલી તારીખે બેંકમાં વટાવતા રીટર્ન થતા ફરીયાદ નોંધાઈ છે.
યુનિવર્સિટી પોલીસે બ્રિજેશભાઈ અદોદરીયા (ઉં.વ.33)ની ફરીયાદ પરથી તેના પાડોશી મુનેશ મગનલાલ હિરપરા, મંજુલાબેન મગનલાલ અને જાનકી મયુર હિરપરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બ્રિજેશભાઈએ પોલીસને જણાવ્યું કે તેના પાડોશી મુનેશભાઈ અવારનવાર જણાવતા હતા કે તે જમીન લે વેચનું કામ કરે છે. તેને જમીનમાં મોટી રકમનું રોકાણ કરવાનું હોય ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો હોય જેમાં પણ રોકાણ કરવું પડતું હોવાથી ધંધામાં નાણાની જરૂરીયાત પડે છે. તમેં મને મુડીરોકાણ ક2વા હાથ ઉછીના રૂપિયા આપશો તો તે ધંધામાં રોકાણ કરી સમયસર તમામી મૂડી પરત આપી દેશે જેથી બ્રિજેશભાઈએ એન્જલ ઈમ્પોર્ટનામની પેઢીના એકાઉન્ટમાં અલગ અલગ સમયે તેણે અને તેના પરિવારજનોએ આરોપીના ખાતામાં રૂા.80.10લાખ આપ્યા હતા. સાળા આરજુ મકવાણાએ પણ ધંધા માટે રૂા.10 લાખ, માતા મંજુલાબેનનો ખાતામાં રૂા.9 લાખ અને આરોપીના નાના ભાઈની પત્ની જાનકીબેન મયુરભાઈને રૂા.10 લાખ રોકડ મળી કુલ રૂા.29 લાખ આપ્યા હતા. જે રૂપિયા પરત આપવા માટે આરોપીએ તા.30/10/221 થી ત્રણ માસમાં પરત આપવા માટે તેને અને તેના પરિવારજનો ઉપરાંત સાળાને નોટરી કરી ચેક આપ્યા હતા. જે નોટરીની મુદ્દત વિત્યા બાદ ત્રણેય આરોપીઓએ આપેલા ચેક તેમણે બેંકમાં વટાવતા ચેકો રિટર્ન થયા હતા.