ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય શેર બજાર ગયા સપ્તાહથી સતત ગુલઝાર દેખાઈ રહ્યું છે. BSE સેન્સેક્સ મંગવારે પહેલી વખત 62 હજારના આંકડાને પાર કરી ગયું. સેન્સેક્સ 391ના આંકના ઉછાળા સાથે 62,156.48 પર ખુલ્યું. થોડા જ સમયમાં સેન્સેક્સ 394 આંકડાના ઉછાળા સાથે 62,159.29 પર પહોંચી ગયું. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી 125ના આંકના ઉછાળા સાથે 18,602.35 પર ખુલ્યું અને થોડા જ સમયમાં 18,604.45 સુધી પહોંચી ગયું. આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મજબૂત સંકેતો દેખાઈ રહ્યા છે. યુએસમાં, SP અને Nasdaq સોમવારે લીલા નિશાનમાં બંધ થયા. એપલ તરફથી નવા પ્રોડક્ટ્સના આગમનથી સમગ્ર ટેકનોલોજી અને કોમ્યુનિકેશન કંપનીઓ પર આશાવાદી દૃષ્ટિકોણ જોવા મળ્યો છે.
એ જ રીતે એશિયન બજારો મંગળવારે સવારે લીલા રંગમાં ખુલે છે. જેના કારણે ભારતીય બજાર મજબૂત રહેવાની ધારણા છે. ભારતીય શેરબજાર પણ તેના પ્રથમ સોમવારે વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું. BSE સેન્સેક્સ સોમવારે 512 પોઇન્ટના ઉછાળા સાથે 61,817.32 પર ખુલ્યો અને 62 હજારની નજીક પહોંચી ગયો.
- Advertisement -



