રમેશભાઇ ઓઝાનાં હસ્તે KKV બ્રિજનું નામકરણ
આપણે સૌ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા: રમેશભાઇ ઓઝા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જોરદાર ઉત્સાહ સામે આવ્યો છે. જેમાં રાજકોટના ઊંઊંટ બ્રિજનું નામ શ્રી રામ બ્રિજ નામ અપાયું છે. જેમાં રમેશભાઇ ઓઝાનાં હસ્તે ઊંઊંટ બ્રિજનું નામકરણ કરી આરંભ કરવામાં આવ્યો છે. જેમાં રમેશભાઇ ઓઝાએ જણાવ્યું છે કે આપણે સૌ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ.
સમગ્ર ભારત આ ઉત્સવમાં જોડાયુ છે. આ મંદિર સ્થાપનથી હિન્દુ નવજાગરણ શરૂ થયુ છે. રામ મંદિર માટે બલિદાન આપ્યાં તે તમામને યાદ કર્યા છે. રાજકોટ મનપા દ્વારા બનેલા મલ્ટી લેવલ બ્રિજનું રામ બ્રિજ નામ કરણ કરતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ સંબોધન કર્યું હતુ. જેમાં જણાવ્યું હતુ કે અયોધ્યા મંદિર ઇતિહાસે ક્ષણે આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. આ બીજી દિવાળી છે. ભારતના પીએમ મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરી મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ રહ્યા છે તે જ બતાવે છે કે સમગ્ર ભારત આ ઉત્સવમાં જોડાયેલું છે.
- Advertisement -
રાજકોટમાં બનેલો બ્રિજ એ રામ બ્રિજ એટલે રામ સેતુ છે. જે જોડવાનું કામ કરે છે. આ મંદિર સ્થાપનથી હિન્દુ નવજાગરણ શરૂ થયું છે એમ કહી શકાય. હિન્દુ જાગૃત થાય અને મજબૂત થાય તો માઇનોરિટી સુરક્ષિત રહેશે. ઇતિહાસ અને વર્તમાન એ દર્શાવે છે કે ભારતએ ભારતવાસીઓ માટે જ નહી વિશ્વ માટે પણ નવી રાહ ચીંધી રહ્યું છે. આજના દિવસે લાલ કૃષ્ણ અડવાણીથી લઈને અશોક સિંઘલ સુધીના નામી અનામી અનેક કે જેઓએ રામ મંદિર માટે બલિદાન આપ્યા સંઘર્ષ કર્યા તે તમામને યાદ કરીએ છીએ.