પુસ્તક વાંચનનો શોખ હશે તો તે કયારેય પણ હિંમત નહીં હારે, જે વ્યક્તિ મનથી હારે છે તેનું તન નબળું પડે છે, માટે વાંચન એ જ જીવન જીવવાની જડીબુટી છે.
મહાન નાટયકાર વિલિયમ સેકસપીયરનો જન્મ તા. 23/4/1564 ના રોજ થયો હતો. આ મહાન નાટયકાર, લેખક,પોતે 37 નાટકો, ર00થી વધુ કવિતાઓ લખી છે. વિશ્વમાં સાહિત્ય જગતમાં વિલયમાં પ્રથમ સ્થાન રહ્યું છે. તેઓ પોતાની આર્થિક સ્થિતિ જાળવી નોકરી ધંધામાં જોડાયા અને લંડનમાં પ્રખ્યાત કંપનીમાં જોડાયા. નાટક લખવાનું મન થયું અને પછી ગ્લોબ થિયેટરમાં કલમ ઉપાડી આમ થોડાક સમયમાં તો નટાય લેખક તરીકે નામના મેળવી. તેમ પણ જુલિયસ સિઝર, ઓથેલો, હેમ્લેટ, જુલિયેટ, કિંગલીઅર, મેકબેથ જેવી આવી જાણકાર કૃતિઓ વિશ્ર્વમાં સ્થાન મેળવ્યું હતું. આમ તેમણે વિશ્વમાં સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન મેળવી 37 નાટકો, 1પ4 સોનેટોની વિપુલ સમૃદ્ઘિ બનાવેલ. આમ, 1616માં પોતાના જન્મદિને જ પોતાનું મૃત્યું થયું અને આમ, વિશ્વના મહાન સાહિત્યકારો જેવાકે, કારવાનટીસ, સેકસપિયર અને ઈન્કા ગારસીલાસો ડિલા વેગાના મૃત્યુ દિન નીમીત્તે વિશ્વમાં વાંચનનું મહત્વ વધે તે માટે આજના દિવસે અંજલી આપી. ર3 એપ્રિલ-1616માં પૂરા વિશ્વમાં યુનેસ્કો દ્વારા સેકસપિયરની પૂણ્યતિથી ” પુસ્તક દિન તરીકે ઉજવાય છે. વ્યકિત સમાજ, દેશ અને રાષ્ટ્રના ઘડતરના કામમાં પ્રથમ જો કોઈ હોય તો તે પુસ્તક છે. આપણે જાણીએ છીએ કે આજે આપણા ક્રાંતિકારીઓ જોઈએ તો ગાંધીજીએ કે જેમણે એક પુસ્તકમાં ” ટુ ધી લાસ્ટ” નામના પુસ્તકના અભ્યાસ થી પોતાની જીંદગીગ સંપૂર્ણ પરિવર્તન આવ્યું અને ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. આપણા બંધારણના રચીયતા પૂજય બાબાસાહેબ આંબેડકરે પોતાની અડધી જીંદગી લાયબ્રેરીમાં જ પસાર કરી વાંચવાનો ગજબનો શોખ હતો. બાબાસાહેબ એટલુ બધુ વાંચતા કે તે કયો સંદર્ભ કયા પાને છે અને પાનાનંબર કેટલા ત્યાં સુધી કોઈ પણ સંદર્ભ કહી દેતા. આવા બાબાસાહેબ આપણા બંધારણના રચીયતા હતા. આવા સુપરશકિત આવી કયાંથી વાંચનથી. અરે પ.પૂ. ગુરુજી ગોલવલકરજીને વાંચનનો ગજબનો શોખ.
પોતે કાશીવિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા ત્યાંની લાયબ્રેરીમાં એક પણ પુસ્તક એવું નહી હોય કે તેમણે વાંચેલ નહી હોય અને તેઓ કોઈપણ પુસ્તકનો સંદર્ભ પાનાનંબર સહીત જણાવતા આવી ગજબની યાદશકિત હતી. આમ, પોતાના વાંચન શકિત દ્વારા વિશ્વના શ્રેષ્ઠ સંગઠનો નો પાયો મજબુત કર્યો હતો. તેમાં પણ વિશ્વમાં હિન્દુ સમાજનું ગૌરવ અપાવતા સ્વામી વિવેકાનંદજીને વાચવાનો ગજબનો શોખ હતો એક પુસ્તકનું વાંચન કર્યા પછી ગમે તે સંદર્ભ પૂછો તો પણ નંબર સહીત તમને માહિતી આપી દેતા હતા. વાચક સ્વામી વિવેકાનંદ વિશ્વમાં હિન્દુ સમાજની શકિતથી શ્રીગણેશ કરે છે. આમ, આજે જયારે ” પુસ્તક દિન” ઉજવાઈ રહ્યું છે ત્યારે પુસ્તકોનું મહત્વ આપણે જ જાણવું પડશે. કારણ કે, આજે જયારે વિશ્વમાં ઈલેકટ્રોનિકસ યુગ ચાલી રહ્યો છે ત્યારે કોમ્પ્યુટર, ટી. વી.ના યુગમાં આંતકવાદ, હિંસા, રોગચાળો, મોત, કુટુંબ પતન વિગેરે પ્રોગ્રામો દ્વારા હિન્દુ સંસ્કૃતિનું અધ પતન થઈ રહ્યું છે ત્યારે આ દેશને બચાવવા માટે પ્રત્યે વ્યકિતને પુસ્તક જ બચાવી શકશે માટે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પુસ્તક વાંચનનો શોખ હશે તો તે કયારેય પણ હિંમત નહીં હારે. જે વ્યિકત મનથી હારે છે તેનું તન નબુળ પડે છે, માટે વાંચન એ જીવન જીવવાની જડીબુટી છે.
- Advertisement -
સારૂ વાંચન દ્વારા વ્યકિત નિર્માણ અને સારા વાંચક દ્વારા રાષ્ટ્ર નિર્માણ થઈ શકશે માટે જ કોઈપણ પ્રસંગમાં જો કોઈ શ્રેષ્ઠ ભેટ હોય તો તે પુસ્તક રહેશે. અત્યારે ઈ-રીડર, ઈ-બુકસ, ઓનલાઈન દ્વારા પુસ્તકો મેળવવા આશાન થઈ ગયા છે કોઈપણ પુસ્તક આશાનીથી અને ગમે ત્યાં ગોતી શકો છો પણ કોઈપણ પુસ્તક ઘડીના છઠ્ઠા ભાગમાં ગોતી શકો અને વાંચી શકો છો. તો ચાલો આપણે પુસ્તક દ્વારા વાંચન અને વાંચન દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરીએ આજના પુસ્તક દિન નિમીતે. ચાલો આપણે ર1મી સદીમાં ભલે ઇલેક્ટ્રોનિક યુગમાં જીવીએ પરંતુ સાથો સાથ જ્ઞાન મેળવવા માટે હર હંમેશ પુસ્તકો જ મહાન રહેશે માટે જ પુસ્તક એ સત્યમ, શિવમ્, સુંદરમ્ જેવી વિશેષતા રહેશે.
– જયેશ સંઘાણી
jrsanghani@gmail.com