ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના જેતપર ગામના તળાવમાંથી એક યુવકની લાશ મળી આવી છે. જાણવા મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા આ યુવક તળાવમાં ડૂબી ગયો હતો ત્યારે ગઈકાલે તેની લાશ મળી આવી છે.
જેતપર ગામના તળાવમાં ન્હાવા માટે પડેલો એક યુવક કોઈ કારણોસર પગ લપસી જતા ડૂબી ગયો હતો. આ ઘટના બાદ શરુઆતમાં સ્થાનિક તરવૈયાએ શોધખોળ કરી હતી જોકે યુવકની ભાળ ન મળતા મોરબી ફાયર વિભાગની ટીમે પણ શોધખોળ હાથ ધરી હતી પરંતુ બે દિવસ સુધી મૃતદેહ ન મળતા ગઈકાલે ફરીવાર શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને શુક્રવારે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ રવીન્દ્ર સીહ ઉર્ફે સન્ની (ઉ.વ. 35) હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહ મળ્યા બાદ પીએમ માટે જેતપર પીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જેતપર ગામના તળાવમાં ડૂબેલાં યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો
