ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.11
સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે વિદેશી પક્ષીઓ નુ આગમન થયેલ છે ઠંડીનું પ્રમાણ – વધતાં ની સાથે સુંદર મજાના સીગલ પક્ષી નુ આગમન થયેલ છે અને આ પક્ષીઓ સોમનાથ આવતા યાત્રિકો માટે ખાસ આકર્ષણ નું કેન્દ્ર બને છે – અને બાળકો ને આ પક્ષીઓ ખુબજ ગમે છે. શિયાળા ની શરૂઆત થતાં યુરોપ રશીયા સહિત ના દેશોમાં ખુબજ બરફ પડવા ને કારણે આ પક્ષીઓ હુંફાળા વાતવરણ મા શિયાળા દરમિયાન આવે છે અને આંખો શિયાળા દરમિયાન ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે વસવાટ કરે છે અને બચ્ચાં ને જન્મ આપી તેનો ઉછેર કરે છે અને ગરમી ની શરૂઆત થતાં ની સાથે વિદાય લે છે આ પક્ષીઓને ત્રિવેણી સંગમ કિનારે લોકો લોટ સહિત ખવડાવે અને બાળકો આનો આનંદ લે છે. આ બાબતે આર એફ ઓ પંપાણીયા એ જણાવ્યું કે આ યાયાવર પક્ષીઓ યુરોપ રશીયા ના દેશોમાં ખુબ ઠંડી પડવાને કારણે બરફ જામી જાય છે જેથી દરીયા કિનારા ના હુંફાળા વાતાવરણ મા શિયાળા મા આવે છે અને શિયાળો પુર્ણ થતાં ફરી વતન રવાના થાય છે.