આતંકીઓ પર નજર રાખવા અનેક સ્તરે સુરક્ષાની વ્યવસ્થા
30 જૂનથી શરુ થઈ રહેલી અમરનાથ યાત્રા માટે ખતરાના દરેક પાસાને જાણીને યાત્રીઓની સુરક્ષાની પુખ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ડ્રોન હુમલા, સ્ટિકબોમ્બ અને આતંકીઓના ઘાત લગાવીને હુમલા સહિત કોઈપણ આશંકાને દૂર કરવા માટે અનેક સ્તરે સુરક્ષાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન અમરનાથના યાત્રીઓની સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધ સૈનિક દળોની વ્યાપક તૈનાતી સાથે જ કાશ્મીરમાં અગાઉથી મોજૂદ સુરક્ષા દળ દ્વારા આતંક વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકી કોઈપણ પ્રકારે યાત્રા માર્ગોની આસપાસ પણ ન પહોંચી શકે તે માટે ફુલપ્રુફ પ્લાન બનાવવામાં આવ્યો છે. વાહનની સાથે સાથે યાત્રીઓ પર પણ આરએફઆઈડી (રેડીયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન ડિવાઈસ) માઈક્રો ચીપથી નજર રાખવામાં આવશે. વિભિન્ન સ્થળો પર સ્થાપીત ઉપગ્રહ ટાવરથી દેખરેખ રાખવામાં આવશે. કોઈપણ યાત્રી સુરક્ષા એજન્સીઓની નજરથી ઓઝલ ન થઈ શકે તેની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.વાહનના આવન જાવન પર સેટેલાઈટ, જીપીઆરએસ અને માઈક્રોચીપની મદદથી નજર રાખવામાં આવશે.
સીઆરપીએફના બુલેટ પ્રુફ એન્ટીમાઈન વ્હીકલની સંખ્યા આ વર્ષે વધારવામાં આવશે.
- Advertisement -
આ સિવાય પહેલગામ અને બાલટાલના રસ્તા પર આતંકવાદ વિરોધી ટૂકડી તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુરક્ષા દળોએ અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવી દીધું હતું. સુરક્ષા દળોએ પહેલગામમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા હતા.આતંકીઓ ડ્રોન અને આઈઈડીથી વિસ્ફોટ કરવાની કોશીશ કરી શકે છે. આતંકી ગ્રેનેડથી પણ યાત્રીઓ પર હુમલો કરી શકે છે. વાહનોને સ્ટિક બોમ્બથી નિશાન બનાવી શકે છે. યાત્રીઓની શિબિર પર હુમલાનું કાવતરું થઈ શકે છે. સુરક્ષાની વ્યવસ્થા: સુરક્ષા દળો તરફથી એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવાની તૈયારી છે. ઉંચાઈવાળા વિસ્તારમાં સ્નાઈ પર તૈનાત કરાશે. સ્ટિક બોમ્બ જેવા ખતરાનો નિકાલ કરવા વાહનોની સુરક્ષા સ્ક્રીનીંગ બુલેટપ્રુફ અને એમપીવી ગાડીઓને સામેલ કરાશે.