જૂનાગઢ પત્રાપસર ગામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું: કાર્યવાહી સમયે બે શખ્સોએ ફિનાઈલ ગટગટાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલી દબાણોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત પત્રાપસર ગામે સર્વે નં.71ની જમીનમાં છેલ્લા 35 વર્ષથી ગૌચર જમીન પર 12 ઇસમોએ 100 વીઘા જમીન પર કબ્જો કરી લીધો હતો. અવાર-નવાર નોટીસો આપવા છતા તે ખાલી ન કરાતા અંતે જેસીબીથી તમામ દબાણો, બાંધકામો દૂર કરાયા હતા.
- Advertisement -
આ અંગે જૂનાગઢના ટીડીઓ રાજેન્દ્ર ઠાકોરે જણાવ્યુ હતુ કે, પત્રાપસર ગામે 100 વીઘા જમીન પર દબાણ કરાયુ હતુ. અગાઉ પણ દબાણ કરનારા શખ્સોને નોટીસો આપી સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા તાકીદ કરાઇ હતી. લાંબા સમય બાદ પણ દબાણો દૂર ન થતા બુધવારે દબાણગ્રસ્ત જમીન પરથી પાંચ ઓરડી દૂર કરવા સાથે કુવા પણ પુરી દેવામાં આવ્યા હતા. આ જમીન પંચાયતે પોતાને હસ્તક લીધી છે. આકામગીરી દરમિયાન એક શખ્સે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.